ન્યુઝ કન્ટીન્યુઝ બ્યુરો
મુંબઈ
28 નવેમ્બર 2020
ઓલા અને ઉબર જેવી કેબ એપ આધારિત કંપનીઓ પીક અવર્સ દરમિયાન ભાડામાં અનેકગણો વધારો કરી દેતી હોય છે. પરંતુ હવે સરકારે આ કંપનીઓ ઉપર નકેલ કસી છે. હવે ખાનગી ટેક્ષી ચાલકો માંગ વધે તો ભાડા વધારી શકશે નહીં. કારણકે સરકારે ઓલા અને ઉબર જેવી કેબ એગ્રિગેટર કંપનીઓ પર કેપ લગાવી દીધી હતી.
સરકારનું આ પગલું મહત્વનું માનવામાં આવી રહ્યું છે કારણ કે કેબ સેવાઓ આપતી કંપનીઓના મહત્તમ ભાડા પર લગામ લગાવવાની લોકો લાંબા સમયથી માંગ કરી રહ્યા હતાં.
ડેટાને સુરક્ષિત રાખવા માટે બનાવેલા નિયમો મુજબ પ્રવાસીઓ અને કેબના ડેટા ભારતીય સર્વરોમાં ઓછામાં ઓછા ત્રણ મહિના અને ડેટા ઉત્પન્ન થયાની તારીખથી મહત્તમ ચાર મહિના સુધી સાચવવા પડશે. પરંતુ ગ્રાહકોના ડેટા તેઓની સંમતિ વિના વહેંચી શકાશે નહીં. કેબ એગ્રિગાઇટર્સએ 24X7 કંટ્રોલ રૂમ સેટ કરવો આવશ્યક છે અને બધા ડ્રાઇવરો હંમેશાં કંટ્રોલ રૂમમાં કનેક્ટ હોવા આવશ્યક છે.
નિયમ મુજબ, તળિયાના ભાવોથી 50% ઓછો ચાર્જ કરવાની મંજૂરી આપવામાં આવશે. તે જ સમયે, જો બુક કરાવેલી ટેક્સી રદ કરશો તો કુલ ભાડાનું 10 ટકા હશે પેનલ્ટી આપવાની રહશે. જે રાઇડર અને ડ્રાઇવર બંને માટે 100 રૂપિયાથી વધુ નહીં હોય. ડ્રાઇવરને હવે ડ્રાઇવિંગ પર 80 ટકા ભાડુ મળશે, જ્યારે કંપનીને માત્ર 20 ટકા ભાડુ મળશે. કેન્દ્ર સરકારે એગ્રીગેટરને નિયંત્રિત કરવા માટે માર્ગદર્શિકા જારી કરી છે, જેનું પાલન રાજ્ય સરકારો માટે પણ ફરજિયાત રહેશે. જે મોટર વ્હીકલ 1988 એક્ટ મુજબ, 2019 થી લાગુ કરવામાં આવ્યો છે. એમ મંત્રાલયે એક નિવેદનમાં જણાવ્યું છે.