ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ. 6 ડિસેમ્બર 2021
સોમવાર
કોરોના વાઇરસના ફેલાવના કારણે કોરોનાની પ્રથમ અને બીજી લહેરમાં લોકડાઉન આપવામાં આવ્યું હતું. જેને કારણે નાના એકમોથી લઈને મોટા એકમોમાં ખોરવાઈ ગયા હતા. જયારે હાલમાં અત્યારે દક્ષિણ આફ્રિકામાં કોરોનાનો નવો વેરિએન્ટ સામે આવ્યો છે. આ પરિબળોની વેપાર-ઉદ્યોગ પર ઓછામાં ઓછી અસર પડે અને આર્થિક ખેંચ સહન કરવાની નોબત ના આવે તે માટે ઉદ્યોગકારો અત્યારથી જ આગોતરું આયોજન કરી રહ્યા છે અને વર્કિંગ સ્ટાઈલમાં પણ બદલાવ કર્યો છે. સામાન્ય રીતે એક્સપોર્ટના ઓર્ડરમાં લાંબાગાળાના અને મોટા પ્રમાણમાં હોય છે પરંતુ વિદેશ વ્યાપાર ટૂંકાગાળામાં થવા લાગ્યા છે. જ્યારે સ્થાનિક ઓર્ડર પણ બે તબક્કામાં પૂરા કરાય છે. જાે લાંબાગાળાના ઓર્ડર લેવામાં આવે તો તેમાં શરત પણ મુકવામાં આવી રહી છે.
લો બોલો! મુખ્ય મંત્રીની એક ટકોરને કારણે થાણે-બોરીવલી અન્ડરગ્રાઉન્ડ ટનલનું કામ અટવાઈ ગયું, જાણો વિગત
બિઝનેસ ડીલ કરતા પહેલા ચોખવટ કરી લેવામાં આવે છે કે જાે પ્રતિકૂળ સંજાેગો ઊભા થાય તો માલની ડિલિવરીમાં મુશ્કેલી ઊભી થશે તો એક મહિના પહેલા જ તમને જાણ કરવામાં આવશે. જેથી કરીને માલ ખરીદનાર અને માલ પૂરો પાડનાર બન્ને વ્યક્તિ પોતાનું ઔદ્યોગિક આયોજન કરી શકે. એક અંદાજ મુજબ એક્સપોર્ટના લાંબાગાળાના ઓર્ડર લેવાનું પ્રમાણ અંદાજિત ૪૦ ટકા સુધી ઘટ્યું છે. જ્યારે બાકીના ૨૦ ટકા વર્ગ પરિસ્થિતિ મુજબ જાેઇને ર્નિણય લે છે તો અન્ય ૪૦ ટકા વર્ગ હજુ વેઈટ એન્ડ વોચની નીતિ અપનાવે છે. તેમજ પાઈપલાઈનમાં જે સ્ટોક છે તેનું પ્રમાણ ઘટ્યું હોવાનું લાગી રહ્યું છે. તેમજ કર્મચારીઓમાં ડરનું પ્રમાણ ઓછું થાય અને લોકો વધુને વધુ વેક્સિન લેવા માટે કાઉન્સેલિંગ સેન્ટર શરૂ કરાયા છે. જેમાં કર્મચારીઓને મુંઝવતી તમામ સમસ્યાનું સમાધાન કરવામાં આવે છે. જાે કે હાલમાં કર્મચારીઓની ઘટ હોવાનું ઉદ્યોગકારો જણાવે છે.