ન્યૂઝ કંટીન્યૂઝ બ્યુરો
મુંબઈ, 9 એપ્રિલ 2021
શુક્રવાર
ઓમકાર રીઅલેટર્સએ ૧૩૧ કરોડ રૂપિયાની કિંમતના કુલ નવ ફ્લેટ્સ એક જ બાયરને વેચ્યા છે. વરલી સ્થિત તેના ‘ઓમકાર ૧૯૭૩’ પ્રોજેક્ટમાં એક જ દિવસમાં આટલી મોટી રકમના ફ્લેટ એક જ જણને વેચ્યા છે. આ ફ્લેટ્સનો કુલ એરિયા ૩૧,૯૫૨ સ્કેવરફૂટ છે.
ઓમકાર રીઅલેટર્સએ ૨૮ માર્ચ ૨૦૨૧ના રોજ રજીસ્ટ્રેશન કર્યું હતું. સૂત્રોથી મળેલી માહિતી મુજબ ફ્લેટસનું ડોક્યુમેન્ટેશન ૩૦ ડિસેમ્બર ૨૦૨૦ના રોજ કરવામાં આવ્યું હતું, જયારે સ્ટેમ્પ ડ્યુટી માત્ર ૨% હતી. આ તમામ ફ્લેટ મીરંડમ રીઅલેટર્સ લિ. દ્વારા ખરીદવામાં આવ્યા છે.
સતત બીજા દિવસે વેપારીઓનું વિરોધ પ્રદર્શન ચાલુ. ઠેર ઠેર બેનર અને પોસ્ટર.. જુઓ ફોટોગ્રાફ.
ઓમકાર રીઅલેટર્સએ આ મામલે ટિપ્પણી કરવાનું ટાળ્યું હતું. ઉલ્લેખનીય છે કે ઓમકાર રીઅલેટર્સના ચેરમેન અને મેનેજિંગ ડાયરેક્ટરને ઇન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટે (ED) યસ બેંક ફ્રોડ કેસમાં ચાર્જશીટ ફાઈલ કરી ધરપકડ કરી છે.
