Site icon

તમે ટાટા ગ્રૂપની કારની ઇનામ આપવાની લોભામણી લિંકનો શિકાર તો નથી બન્યાને? જાણો વિગત

 ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો    
મુંબઈ, 5 ઓક્ટોબર,  2021 
મંગળવાર  

છેલ્લા થોડા દિવસથી સોશિયલ મીડિયા પર ટાટા ગ્રુપની 150મી ઍનવર્સરી ઉજવણી નિમિત્તે કાર જીતો એવી લલચામણી લિંક ફરી રહી છે. લોકો વગર વિચાર્યે આ લિંકને સોશિયલ મીડિયાના માધ્યમથી એકબીજાને મોકલી રહ્યા છે, ત્યારે પોલીસની સાયબર બ્રાન્ચે આ લિંકને ઓપન નહીં કરવાની અને એમાં અંગત માહિતી અપલોડ નહીં કરવાની અપીલ કરી છે. કાર જીતવાની આવી ફસામણી જાહેરાતનો ભોગ નહીં બનવાની પણ પોલીસે લોકોને અપીલ કરી છે.

Join Our WhatsApp Community

નટુકાકાની અંતિમયાત્રામાં ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ની ટીમ સાથે જોડાયા બાદ બબિતાજીએ કર્યું આ કામ, સૌ કોઈની આંખો છલકાઈ ગઈ; જાણો વિગત

“ટાટા ગ્રુપને 150 વર્ષ થયાં હોવાથી લિંક પર ક્લિક કરી ઇવેન્ટનો ભાગ બનો અને કાર જીતો”  આ મુજબનો મૅસેજ ફરી રહ્યો છે. ટાટા ગ્રૂપે તુરંત આવી કોઈ જાહેરાત તેમણે કરી ન હોવાનું સત્તાવાર રીતે સ્ટેટમેન્ટ બહાર પાડીને લોકોને ચેતવ્યા હતા. છતાં અનેક લોકોએ આ લિંક પર ક્લિક કરીને છેતરપિંડીનો ભોગ બન્યા હોવાની ફરિયાદ આવી હતી. એથી સાયબર બ્રાન્ચે તુરંત એની નોંધ લઈને તપાસ ચાલુ કરી હતી. આવી લિંક દ્વારા લોકોની અંગત માહિતી મેળવીને ઑનલાઇન ફ્રૉડ કરનારી આખી ગૅન્ગ છે. એથી આવી છેતરપિંડીનો ભોગ બનવું નહીં એવું સાયબર પોલીસે તાજેતરમાં એક સ્ટેટમેન્ટ બહાર પાડીને લોકોને ચેતવ્યા છે.

India-US LPG Deal: અમેરિકા સાથે ભારતનો સૌથી મોટો LPG કરાર, મંત્રી બોલ્યા – ‘ઐતિહાસિક શરૂઆત’, શું ગેસના ભાવ ઘટશે?
Gold Price: સોના અને ચાંદી ની ચમક થઈ ઝાંખી, 17 નવેમ્બરે ભાવમાં આવ્યો આટલો ઘટાડો, જાણો તમારા શહેરનો લેટેસ્ટ રેટ
SBI: SBIના ગ્રાહકો માટે મોટો ફટકો! ૧ ડિસેમ્બર ૨૦૨૫ થી બેંકની આ મહત્ત્વની સેવા બંધ થશે, તરત જાણી લો
Gold Price: બિહાર ચૂંટણીના પરિણામો વચ્ચે આજે સસ્તું થયું સોનું, જાણો 24 અને 22 કેરેટ ગોલ્ડની કેટલી ઓછી થઈ કિંમત?
Exit mobile version