Site icon News Continuous Bureau | Mumbai

નવી મુંબઈના APMC દાણાબંદરમાં જોવા મળ્યો સુનકાર, વેપારી, દલાલભાઈની પ્રતિકાત્મક હડતાલ; જુઓ વિડિયો તેમજ ફોટોગ્રાફ

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો  

મુંબઈ, 16 જુલાઈ, 2021

Join Our WhatsApp Channel

શુક્રવાર.

કેન્દ્ર સરકારના દાળ અને કઠોળ પર સ્ટૉક લિમિટના નિર્ણય સામે આજે દેશભરમાં અનાજ, ધાન્ય સાથે જોડાયેલા વેપારીઓ એક દિવસની પ્રતિકાત્મક હડતાળ પર ઊતરી ગયા છે. જેમાં નવી મુંબઈની એપીએમસીની દાણાબંદરના વેપારી, દલાલભાઈઓ સહિત ગુમાસ્તાઓ પણ  પણ જોડાયા છે.  શુક્રવારની પ્રતિકાત્મક હડતાળને પગલે બજારની તમામ ગલીઓ બંધ હોવાથી કાયમ માણસોની ચહેલપહેલ જોવા  મળતી બજારમાં સુનકાર જોવા મળ્યો હતો.

બ્રેકિંગ ન્યુઝ: વેપારીઓએ દેખાડી લાલ આંખ અને સરકાર ઝૂકી ગઈ, કોલ્હાપુરમાં વેપારીઓનો મોટો વિજય; જાણો વિગત

નવી મુંબઈની APMCની દાણાબજાર સહિત મહારાષ્ટ્રની અન્ય APMC બજારમાં આવેલી દાણાબજાર પણ આજે હડતાળમાં જોડાઈ છે. ગ્રેન રાઇસ ઍન્ડ ઑઇલ સીડ્સ મર્ચન્ટ ઍસોસિયેશન (ગ્રોમા)ના પ્રમુખ શરદ મારુએ ન્યુઝ કન્ટિન્યુઝને જણાવ્યું કે આજે દાણાબજારના 5,000થી પણ વધુ વેપારી, દલાલભાઈઓ, ગુમાસ્તા, ટ્રાન્સપૉર્ટ સાથે જોડાયેલા તમામ લોકોએ સ્વૈચ્છિક રીતે બંધ પાળ્યો છે. અમારી આ હડતાળથી સરકારને અમારી તકલીફોની જાણ થાય એટલી જ અમારી અપેક્ષા છે. અમે સરકાર વિરુદ્ધમાં કોઈ નારાબાજી કરવા માગતા નથી. શાંતિથી અમે અમારો વિરોધ સરકાર સુધી પહોંચાડવા માગીએ છીએ. સરકારે હજી ગયા વર્ષે મુક્ત વ્યાપારને પ્રોત્સાહન આપવા સ્ટૉક લિમિટ હટાવી હતી અને  હવે ફરી આ નિયમ લઈ આવી છે. એને કારણે પહેલાંથી જ કોરોનાને પગલે આર્થિક રીતે પાયમાલ થઈ ગયેલા વેપારીઓ માટે આ નિયમથી ધંધો કરવો વધુ મુશ્કેલ થઈ ગયો છે.

 

Lemon Prices Skyrocket ઉનાળાની શરૂઆતે જ લીંબુના ભાવમાં ઐતિહાસિક ભડકો; છૂટક બજારમાં એક નંગના ₹૧૫ થી ₹૨૦ વસૂલાતા ગ્રાહકો પરેશાન
Ban On Sale Of Loose Spices તમારા રસોડામાં ઝેર પીરસાઈ રહ્યું છે? મહારાષ્ટ્રમાં ખુલ્લા મસાલા પર તાત્કાલિક પ્રતિબંધ પકડાશો તો ₹૧૦ લાખનો દંડ અને જેલભેગા થશો!
Reliance Response To Elon Musk Starlink ‘ઇઝ અંબાણી ધ રિયલ બોસ?’ ટિપ્પણી પર મુકેશ અંબાણીની રિલાયન્સનું પ્રથમ સત્તાવાર નિવેદન કંપનીએ કહ્યું ‘સ્ટારલિંકનું ભારતમાં…’
Prem Watsa IDBI Bank Deal ખીસામાં માંડ ૮ ડોલર લઈને કેનેડા ગયેલા ભારતીય યુવકે ખરીદી લીધી આઈડીબીઆઈ બેંક! જાણો કોણ છે અબજોપતિ પ્રેમ વત્સ
Exit mobile version