Site icon

One Nation One Rate Policy : સોનું થશે સસ્તું, કેન્દ્ર સરકાર લાવી શકે છે વન નેશન, વન રેટની નીતી.. જાણો શું છે આ નીતી.

One Nation One Rate Policy : કેન્દ્ર સરકાર દ્વારા પ્રસ્તાવિત 'વન નેશન, વન રેટ' નીતિમાં દેશના દરેક રાજ્યમાં સોનાના ભાવ એક સરખા રાખવાનો પ્રસ્તાવ રજૂ કરવામાં આવશે. બીજા શબ્દોમાં કહીએ તો જો આ નીતિ લાગુ કરવામાં આવે તો દેશભરમાં એક જ દરે સોનું ઉપલબ્ધ થશે.

One Nation One Rate Policy Gold will be cheap, central government can bring one nation, one rate policy.. know what is this policy..

One Nation One Rate Policy Gold will be cheap, central government can bring one nation, one rate policy.. know what is this policy..

 News Continuous Bureau | Mumbai

One Nation One Rate Policy : ‘વન નેશન, વન રેટ’ની ચર્ચા હાલ દેશભરમાં થઇ રહી છે. નામથી જ ખ્યાલ આવે છે કે, ‘વન નેશન, વન રેટ’ એટલે દેશભરમાં ચીજવસ્તુઓ માટે એક જ કિંમતો. પરંતુ કહેવામાં આવી રહ્યું છે કે આ નિયમ તમામ સામાન પર નહીં પરંતુ માત્ર સોના ( Gold ) પર લાગુ થશે. એટલે કે ટૂંક સમયમાં જ આખા દેશમાં સોનાનો હવે એક જ ભાવ ( Gold Price ) રાખવામાં આવશે. 

Join Our WhatsApp Community

દેશના અલગ અલગ શહેરોમાં હાલ સોના-ચાંદીના ભાવ અલગ અલગ રહે છે. દરેક રાજ્યના અલગ-અલગ ટેક્સ સિવાય બીજી ઘણી વસ્તુઓ પણ સોના-ચાંદીના ભાવમાં ઉમેરાતી હોય છે. જેના કારણે આ કિંમતી ધાતુઓના ભાવ પણ દરેક રાજ્યમાં અલગ-અલગ હોય છે. પરંતુ હવે દેશમાં મોટો ફેરફાર થવા જઈ રહ્યો છે. ટૂંક સમયમાં જ દેશભરમાં ‘વન નેશન, વન રેટ’ પોલિસી લાગુ કરવામાં આવશે તેવી ચર્ચા હાલ સક્રીય બની છે. જો આ પોલિસી દેશભરમાં લાગુ કરવામાં આવે તો તમને એ જ દેશભરમાં એક દરમાં સોનું મળશે, પછી ભલે તમે દેશમાં સોનું ગમે ત્યાં ખરીદો. જો આમ થશે તો સોનાના વેપારીઓ અને જ્વેલર્સ માટે પણ સોનાની ખરીદી અને વેચાણ કરવામાં સરળતા રહેશે. તેથી દેશભરના તમામ મોટા જ્વેલર્સે આ નીતી અમલ કરવા સંમતિ આપી છે.

કેન્દ્ર સરકાર ( central government ) દ્વારા પ્રસ્તાવિત ‘વન નેશન, વન રેટ’ નીતિમાં દેશના દરેક રાજ્યમાં સોનાના ભાવ એક સરખા રાખવાનો પ્રસ્તાવ રજૂ કરવામાં આવશે. બીજા શબ્દોમાં કહીએ તો જો આ નીતિ લાગુ કરવામાં આવે તો દેશભરમાં એક જ દરે સોનું ઉપલબ્ધ થશે. હાલની વ્યવસ્થા હેઠળ દેશભરમાં સોનાના ભાવમાં ફરક જોવા મળી રહ્યો છે. દેશના દરેક રાજ્યના અલગ-અલગ શહેરોમાં સોનાના ભાવ વત્તેઓછે અંશે જોવા મળે છે.

One Nation One Rate Policy : ‘વન નેશન, વન રેટ’ પોલિસી હેઠળ સરકાર નેશનલ બુલિયન એક્સચેન્જ બનાવી શકે છે જેના દ્વારા સોનાના ભાવ નક્કી કરવામાં આવે છે…

આમ જોવા જઈએ તો દેશના દરેક શહેરમાં સોનાના ભાવમાં જે તફાવત છે તે ખાસ નથી. તેમ છતાં સોનાની કિંમત 200 રૂપિયાથી લઈને 500 રૂપિયા સુધી અલગ જોવા મળી રહી છે. રસપ્રદ વાત એ છે કે જેમ એન્ડ જ્વેલરી કાઉન્સિલે ( Gem and Jewellery Council ) પણ આ નિતીને ટેકો આપ્યો છે. પરંતુ સરકાર આ અંગે અંતિમ નિર્ણય ક્યારે લેશે? તે હજી સ્પષ્ટ થયું નથી. આ નીતિ પર લાંબા સમયથી ચર્ચા ચાલી રહી છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર અનેક જ્વેલર્સ એસોસિએશન આ નીતિ સાથે સહમત છે અને તેને વહેલી તકે લાગુ કરવાની માંગ પણ કરી રહ્યા છે. 

આ સમાચાર પણ વાંચો  :  Prithvi Shaw: આ 24 વર્ષનો ભારતીય યુવા ક્રિકેટર પૃથ્વી શૉ ટીમ ઈન્ડીયાનો હિસ્સો કેમ ન બની શક્યો? એક સમયે સચિન-સેહવાગ સાથે થતી હતી સરખામણી.. જાણો વિગતે..

સૂત્રોના જણાવ્યા અનુસાર ‘વન નેશન, વન રેટ’ પોલિસી હેઠળ સરકાર નેશનલ બુલિયન એક્સચેન્જ ( National Bullion Exchange ) બનાવી શકે છે જેના દ્વારા સોનાના ભાવ નક્કી કરવામાં આવે છે. સામાન્ય રીતે જોઈએ તો સોનાના ભાવ પણ શેરબજાર જેવા જ રહેશે. શેરબજારની જેમ જ બજારનો નિર્ણય મુંબઈ શેરબજાર કે નેશનલ સ્ટોક એક્સચેન્જ ( National Stock Exchange ) દ્વારા લેવામાં આવે છે. તેવી જ રીતે સોનાના ભાવ પણ આ આધારે નક્કી થશે. આથી જ્વેલર્સ પોતાના મુજબ સોનાના ભાવ આપી શકશે નહીં અને આ કિંમતો પર સેન્ટ્રલાઇઝ્ડ સિસ્ટમ પણ રહેશે.

One Nation One Rate Policy : હાલ સોનાના ભાવ મલ્ટી કોમોડિટી એક્સચેન્જના આધારે નક્કી થાય છે. 

હાલ સોનાના ભાવ મલ્ટી કોમોડિટી એક્સચેન્જ (એમસીએક્સ)ના આધારે નક્કી થાય છે. આ ભાવો સ્પોટ ભાવો છે અને દરેક શહેરના બુલિયન એસોસિએશનના વેપારીઓ બજાર ખોલતી વખતે સાથે મળીને ભાવ નક્કી કરે છે. માંગ, પુરવઠો, વૈશ્વિક બજાર અને ફુગાવાને ધ્યાનમાં રાખીને આ કિંમતો નક્કી કરવામાં આવે છે. આ કિંમતો બદલાય છે કારણ કે દરેક શહેરમાં ઝવેરીઓ દ્વારા દરો નક્કી કરવામાં આવ્યા છે.

‘વન નેશન, વન રેટ’ પોલિસી લાગુ થવાથી માર્કેટમાં પારદર્શિતા વધશે. સોનાના ભાવમાં તફાવતના કારણે તેની કિંમત પણ ઘટી શકે છે. આ ઉપરાંત જે જ્વેલર્સ ક્યારેક સોનાના વેચાણ માટે મનમાનીના કિંમતો વસૂલતા હોય છે તેમના પર પણ અંકુશ લાગશે. છેલ્લા કેટલાક વર્ષોમાં સોનાના ભાવમાં તીવ્ર વધારો થયો છે. હાલમાં 24 કેરેટ શુદ્ધ સોનાનો ભાવ 74,000 રૂપિયા પ્રતિ 10 ગ્રામ છે.

(ડિસ્ક્લેમરઃ અહીં રજૂ કરવામાં આવેલી માહિતી અન્ય મિડીયા પ્રેલટફોર્મ પર પણ ઉપલબ્ધ છે તેમજ તેની સત્યતા સંદર્ભે અમે કોઈ દાવો કરતા નથી. કોઈપણ રોકાણ કરતા પહેલા ફાઈનાન્શિયલ એડવાઈઝરની સલાહ ચોક્કસ લો.)

આ સમાચાર પણ વાંચો  : Union Budget 2024: કરો જલસા…બજેટમાં ટેક્સપેયર્સ માટે બે મોટા એલાન, ટેક્સનું નવું માળખું બદલાયું, સ્ટાન્ડર્ડ ડિડક્શનની પણ ભેટ

Anil Ambani ED Case: અનિલ અંબાણી ગ્રુપ પર EDનો ગાળિયો કસાયો: 13 રાજ્યોમાં ₹581 કરોડની 31 મિલકતો જપ્ત
LPG Supply Crisis: ગેસ સંકટનો માસ્ટરપ્લાન: ઘરે-ઘરે પહોંચ્યા ઇન્ડક્શન ચૂલા! ઈ-કોમર્સ સાઈટ્સ પર સ્ટોક ખૂટ્યો, રેકોર્ડબ્રેક વેચાણથી કંપનીઓ માલામાલ
Gold and Silver Prices Today: સોના-ચાંદીના ભાવમાં ગાબડું! ચાંદી ₹૧,૫૦૦થી વધુ તૂટી, સોનું પણ સસ્તું થયું; રોકાણકારો માટે સોનેરી તક
Gold and Silver Prices Today: ક્યાં જઈને અટકશે સોનાની કિંમત? એક જ દિવસમાં ચાંદી ₹૮,૭૪૦ ઉછળી, સોનું ₹૧.૬૧ લાખને પાર; જાણો તમારા શહેરના લેટેસ્ટ ભાવ.
Exit mobile version