News Continuous Bureau | Mumbai
Onion Price: દેશમાં હવે સામાન્ય ચૂંટણી પૂરી થઈ ગઈ છે. કેન્દ્રમાં બીજેપીના નેતૃત્વમાં નેશનલ ડેમોક્રેટિક એલાયન્સ (NDA)ની સરકાર રચાઈ ગઈ છે. આ સાથે જ હવે ડુંગળી ( Onion ) કિંમતમાં જોરદાર ઉછાળો આવ્યો છે. મહારાષ્ટ્ર સહિત દેશના અનેક રાજ્યોમાં માર્કેટમાં છેલ્લા એક સપ્તાહમાં ડુંગળીના ભાવમાં 50 ટકાનો વધારો થયો છે. હાલ આકરી ગરમીના કારણે લીલા શાકભાજીના ભાવમાં વધારો થયો છે. દરમિયાન ડુંગળીની સાથે બટાકાના ભાવમાં પણ વધારો જોવા મળી રહ્યો છે.
ઈકોનોમિક ટાઈમ્સના એક અહેવાલ મુજબ, ઈદ-ઉલ-અઝહા ( બકરી ઈદ ) પહેલા આવકમાં ઘટાડો અને ડુંગળીની માંગમાં ( Onion Demand ) વધારો થવાને કારણે ડુંગળીના ભાવમાં બે અઠવાડિયામાં 30-50 ટકાનો વધારો થયો છે. તેમજ કેન્દ્ર સરકાર હાલ ભાવ નિયંત્રણના પગલાંને હળવા કરશે તેના ડરથી પણ વેપારીઓ હવે ડુંગળીનો સ્ટોક ( onion stock ) એકઠા કરી રહ્યા છે.
Onion Price: 2023-24ની રવિ સિઝનમાં ડુંગળીનો પાક નિષ્ફળ ગયો હતો….
ઈદ અલ-અદહા (બકરી ઈદ) આવતા સોમવારે છે. આ તહેવાર દરમિયાન દેશભરમાં ડુંગળીની માંગ વધી જાય છે. આ જોઈને વેપારીઓ અગાઉથી જ હવે ડુંગળી સ્ટોક કરવાનું શરૂ કરી દે છે. સોમવારે નાસિકની લાસલગાંવ મંડીમાં ડુંગળીનો સરેરાશ જથ્થાબંધ ભાવ ( Wholesale price ) 26 રૂપિયા પ્રતિ કિલો હતો, જે 25 મેના રોજ 17 રૂપિયા પ્રતિ કિલો હતો. જેથી રાજ્યભરના ઘણા જથ્થાબંધ બજારોમાં ઉચ્ચ ગુણવત્તાવાળી ડુંગળીના ભાવ પ્રતિ કિલો રૂ. 30ને વટાવી ગયા છે. જોકે, કુલ ટ્રેડેડ વોલ્યુમમાં ઉચ્ચ ગુણવત્તાવાળી ડુંગળીનો હિસ્સો ઘણો ઓછો છે.
આ સમાચાર પણ વાંચો : Bajaj Chetak 2901 Price Features Range: બજાજનો સૌથી મોટો ધડાકો! સૌથી સસ્તું CHETAK ઇલેક્ટ્રિક સ્કૂટર લૉન્ચ કર્યું, જાણો શું છે કિંમત અને ફીચર્સ.. .
2023-24ની રવિ સિઝનમાં ડુંગળીનો પાક ( Onion crop ) નિષ્ફળ ગયો હતો. આ કારણોસર માંગ અને પુરવઠા વચ્ચેનું સંતુલન હાલ ખોરવાઈ ગયું છે. જૂનથી બજારોમાં આવતી ડુંગળી સીધી ખેતરોમાંથી આવતી નથી પરંતુ ખેડૂતો અને વેપારીઓ દ્વારા રાખવામાં આવેલા સ્ટોકમાંથી આવી રહી છે. ખેડૂતો આ સમયે તેમનો સ્ટોક વેચવાની ધીમી ગતિ હાલ ધીમી કરી દીધી છે. કારણ કે તેઓને હજુ ભાવ વધુ વધવાની અપેક્ષા છે.
સરકારે સામાન્ય ચૂંટણી પહેલા ડુંગળીની નિકાસ ખુલ્લી મુકી હતી. જો કે તેની નિકાસ પર 40% નિકાસ જકાત છે. તેના કારણે નિકાસની ગતિ પણ ધીમી છે. વેપારીઓનો દાવો છે કે 17 જૂને આવનારી ઈદ અલ-અદહા માટે ડુંગળીની સ્થાનિક માંગમાં મજબૂત વધારો થયો છે. હાલમાં મહારાષ્ટ્ર સહિત પશ્ચિમ ભારત, દક્ષિણ ભારત અને પૂર્વ ભારતમાંથી ડુંગળીની ભારે માંગ છે. આ ઉપરાંત ડુંગળીનો માલ બાંગ્લાદેશ પણ જઈ રહ્યો છે. તેથી પણ ડુંગણીના ભાવમાં વધારો થઈ રહ્યો છે.