News Continuous Bureau | Mumbai
મોંઘવારીની ચક્કરમાં પહેલાથી જ પીસાઈ રહેલા સામાન્ય નાગરિકોને આગામી દિવસમાં ખિસ્સા વધુ હળવા કરવા પડે એવી શક્યતા છે. આગામી સમયમાં કાંદા, ટમેટા વગેરેના ભાવ ફરી આસમાને જવાની શક્યતા છે.
મહારાષ્ટ્રમાં અનેક જિલ્લામાં હાલ કમોસમી વરસાદ પડી રહ્યો છે તો અમુક જગ્યાએ પવન અને માવઠાને કારણે ખેતી જન્ય અનેક ઉત્પાદનોને મોટા પ્રમાણમાં નુકસાન પહોંચાડ્યું છે. ખેડૂતોને ભારે માત્રામાં નુકસાન થયું છે. રાજ્યમાં ખાસ કરીને નાસિક, પાલઘર, અહમદનગર, ધુળે, નાંદેડમાં કમોસમી વરસાદે ખેતી જન્ય પાકને ભારે નુકસાન પહોંચાડ્યું છે.
આ સમાચાર પણ વાંચો : ગ્લોબલ માર્કેટમાં ફરી ક્રૂડ તેલના ભાવમાં થયો વધારો, માત્ર એક દિવસમાં થયો આટલા ડોલરનો તોતિંગ વધારો; જાણો પેટ્રોલ અને ડીઝલના ભાવ પર શું થઈ અસર
કમોસમી વરસાદમાં દ્રાક્ષ, ઘઉં, મકાઈ, કેળા, કાંદા અને ટમેટાના પાકને મોટા પ્રમાણમાં નુકસાન થયું છે. તેમાં પણ ખાસ કરીને નાશિકમાં કાંદા અને દ્રાક્ષના પાકને ભારે નુકસાન થયું છે. અહીં હાલ કાંદાને પાકને કાઢવાનો સમય થઈ ગયો હતો. અહમદગરના મોટાભાગના પહેલા કમોસમી વરસાદ અને માવઠાને કારણે ઘઉંનો પાક પડી ગયો છે. ટમેટા અને કાંદા પાકને પણ નુકસાન થયું છે. ધુળેમાં ઘઉંના પાકને અસર થઈ છે.