News Continuous Bureau | Mumbai
Online Fake Reviews Update: ઓનલાઈન શોપિંગ કરતી વખતે, કેટલીકવાર નકલી પ્રોડક્ટસ રિવ્યુને ( products review ) કારણે લોકોને ઘણી સમસ્યા થાય છે. આ સમસ્યાને દૂર કરવા માટે હવે ગ્રાહક બાબતોના વિભાગે એમેઝોન, ફ્લિપકાર્ટ, ગૂગલ અને મેટા જેવી મોટી ઈ-કોમર્સ કંપનીઓ સાથે બેઠક યોજી હતી. મીટિંગમાં, આ કંપનીઓના પ્રતિનિધિઓએ સરકારના પ્રસ્તાવને સ્વીકાર્યો, જેમાં ‘ઓનલાઈન કન્ઝ્યુમર રિવ્યુ’ માટે IS 19000:2022 નામનું હવે વિશેષ ધોરણ લાગુ કરવામાં આવશે. સરળ શબ્દોમાં કહીએ તો, ભવિષ્યમાં ઓનલાઈન માલ ખરીદતી વખતે તમને વધુ વિશ્વાસપાત્ર રિવ્યુ જ જોવા મળશે.
હાલ દેશમાં ઈ-કોમર્સ સંબંધિત ફરિયાદોમાં ભારે વધારો થયો છે. 2018માં 95,270 ફરિયાદો નોંધાઈ હતી, જે 2023માં વધીને 4,44,034 થઈ ગઈ હતી. આ સંખ્યા દર્શાવે છે કે કેટલા ઈ કોર્મસ સાઈટો પર ઓનલાઈન ખરીદી માટે કેટલાક કડક નિયમોની જરૂર છે.
Online Fake Reviews Update: સરકાર આ માટે એક નવો કાયદો લાવી રહી છે જેનું નામ ક્વોલિટી કંટ્રોલ ઓર્ડર હશે…
સરકાર આ માટે એક નવો કાયદો લાવી રહી છે જેનું નામ ક્વોલિટી કંટ્રોલ ઓર્ડર હશે. આ કાયદો પહેલાથી જ અસ્તિત્વમાં છે તે IS 19000:2022 ધોરણને લાગુ કરશે. આ ધોરણ સમીક્ષકો અને ઈ-કોમર્સ પ્લેટફોર્મ ( E-commerce platform ) બંને માટે માર્ગદર્શિકા પ્રદાન કરે છે
આ સમાચાર પણ વાંચો : LIC Housing Finance Dividend: LIC હાઉસિંગ ફાઇનાન્સનો માર્ચ ક્વાર્ટરમાં ચોખ્ખો નફો વાર્ષિક ધોરણે 7% થી ઘટ્યો, કંપનીએ જારી કર્યું 450% નું જંગી ડિવિડન્ડ..
- આમાં પ્રથમ છેઃ રિવ્યુ કરવાવાળાની ઓળખ શોધવાની. હવે રિવ્યુઓ અનામી રીતે લખી શકાશે નહીં. આનાથી લોકોને વધુ જવાબદારીપૂર્વક રિવ્યુ લખવા માટે પ્રોત્સાહિત કરાશે.
- બીજી વસ્તુ છેઃ રિવ્યુમાં બદલાવ ન કરવો. એકવાર રિવ્યુ લખાઈ જાય, તે બદલી શકાશે નહીં. આનાથી એ સુનિશ્ચિત થશે કે લોકો રિવ્યુ લખતી વખતે સાચી માહિતી આપે છે કે નહીં.
- ત્રીજી વસ્તુ છેઃ બધા જ રિવ્યુ ગ્રાહકોને બતાવવા. ઈ-કોમર્સ કંપનીઓ હવે માત્ર સારા જ રિવ્યુ નહીં બતાવી શકશે. કંપનીએ હવે દરેકને સારી અને ખરાબ બંને રિવ્યુઓ બતાવવાના રહેશે. આનાથી ગ્રાહકો વાસ્તવિક માહિતી મેળવી શકશે.
આ બેઠકમાં, ગ્રાહક બાબતોના સચિવે આ નવા ધોરણોનું મહત્વ સમજાવ્યું હતું. તેમણે નિવેદન આપતા કહ્યું હતું કે, ( Online shopping ) ઓનલાઈન શોપર્સ રિવ્યુ પર ખૂબ આધાર રાખે છે, ખાસ કરીને એવી વસ્તુઓ માટે જે તેઓ સીધી રીતે જોઈ શકતા નથી. તેમણે એમ પણ કહ્યું કે નકલી રિવ્યુઓ ( Fake Reviews ) ઓનલાઈન પ્લેટફોર્મ પરનો વિશ્વાસ ઘટાડે છે અને લોકોને ખોટી વસ્તુઓ ખરીદવા તરફ દબાણ કરી શકે છે.