News Continuous Bureau | Mumbai
Online Gaming GST: GST અધિકારીઓએ અત્યાર સુધીમાં ટેક્સ ચોરીના કેસમાં ( tax evasion case ) ઓનલાઇન ગેમિંગ કંપની ( Online Gaming Company ) ઓને રૂ. 1 લાખ કરોડની કારણ બતાવો નોટિસ ( Show Cause Notice ) જારી કરી છે. એક વરિષ્ઠ અધિકારીએ બુધવારે આ જાણકારી આપી હતી. જોકે, અધિકારીએ જણાવ્યું હતું કે 1 ઓક્ટોબર પછી ભારતમાં નોંધાયેલ વિદેશી ગેમિંગ કંપનીઓનો કોઈ ડેટા હજુ ઉપલબ્ધ નથી થયો. સરકારે GST કાયદામાં સુધારો કરીને વિદેશી ઓનલાઈન ગેમિંગ કંપનીઓ માટે 1 ઓક્ટોબરથી ભારતમાં રજીસ્ટ્રેશન કરાવવું ફરજિયાત બનાવ્યું છે.
GST કાઉન્સિલે ( GST Council ) ઓગસ્ટમાં સ્પષ્ટતા કરી હતી કે ઓનલાઈન ગેમિંગ પ્લેટફોર્મ પર મૂકવામાં આવેલા બેટ્સના સંપૂર્ણ મૂલ્ય પર 28 ટકા ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ (GST) વસૂલવામાં આવશે. અધિકારીએ જણાવ્યું હતું કે, “અત્યાર સુધી, GST અધિકારીઓ દ્વારા ઓનલાઇન ગેમિંગ કંપનીઓને આશરે રૂ. 1 લાખ કરોડની નોટિસ મોકલવામાં આવી છે.”
Online gaming companies have been served notice of Rs 1 lakh crore by India GST authorities so far: Sources
— ANI (@ANI) October 25, 2023
કરની સંપૂર્ણ ચુકવણી ન કરવા બદલ નોટિસો…
ડ્રીમ11 જેવા કેટલાક ઓનલાઈન ગેમિંગ પ્લેટફોર્મ અને ડેલ્ટા કોર્પ જેવા કેસિનો ઓપરેટરોને કરની સંપૂર્ણ ચુકવણી ન કરવા બદલ કારણ બતાવો નોટિસો (Show Cause Notice) મળી છે. ગેમિંગ પ્લેટફોર્મ ગેમ્સક્રાફ્ટને ગયા વર્ષે સપ્ટેમ્બરમાં રૂ. 21,000 કરોડની કથિત GST ચોરી બદલ કારણ બતાવો નોટિસ મોકલવામાં આવી હતી.કર્ણાટક હાઈકોર્ટે કંપનીની તરફેણમાં ચુકાદો આપ્યો હતો. જોકે, કેન્દ્ર સરકારે આ નિર્ણય સામે જુલાઈમાં સુપ્રીમ કોર્ટમાં સ્પેશિયલ લીવ પિટિશન (SLP) દાખલ કરી છે.
આ સમાચાર પણ વાંચો : World Cup 2023: પાકિસ્તાન કોઇ મેચ ના જીતે…પોતાની જ ટીમ માટે આ ક્રિકેટરે ઓક્યું ઝેર…જાણો શું છે કારણ..વાંચો વિગતે અહીં..
આ રકમ ગત નાણાકીય વર્ષમાં થયેલી વસૂલીથી ડબલ હોઇ શકે છે. આ વર્ષે અત્યાર સુધીની સૌથી મોટી કર વસૂલી હોઇ શકે છે. અત્યાર સુધી GST અધિકારીઓને 1.36 લાખ કરોડ રૂપિયાની કર ચોરીની ખબર પડી છે. જેમાં 14,108 કરોડ રૂપિયા વસુલવામાં આવ્યા છે. નાણાકીય વર્ષ 2023 દરમિયાન 1.01 લાખ કરોડ રૂપિયાની કર ચોરીની ખબર પડી હતી જેમાંથી 21 હજાર કરોડ રૂપિયા વસૂલ કરવામાં આવ્યા હતા.