ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 1 સપ્ટેમ્બર, 2021
બુધવાર
કોરોના મહામારીનો રિયલ એસ્ટેટ ફિલ્ડને જબરો ફટકો પડયો હોવાનું જણાય છે. આ વર્ષે ઓગસ્ટ મહિનામાં મુંબઈ સહિત મહારાષ્ટ્રમાં રિયલ એસ્ટેટ માર્કેટ એકદમ ડાઉન રહ્યું હતું. ઓગસ્ટ મહિનામાં મહારાષ્ટ્રમાં 1,05,517 ફ્લેટ-મકાનના વેચાણ થયા હતા. તેમાંથી મુંબઈમાં માત્ર 6,784 જેટલા ફ્લેટ વેચાયા હતા. એટલે કે માત્ર 6.43 ટકા કહેવાય. આ વેચાણ થકી રાજય સરકારને માત્ર 420.92 કરોડ રૂપિયાની આવક થઈ હતી.
ગયા વર્ષે ઓગસ્ટ 2020માં મુંબઈમાં 2,642 ફ્લેટનું વેચાણ થયું હતું. જેમાંથી 176.39 કરોડ રૂપિયાની આવક રાજ્ય સરકારને થઈ હતી. તો પૂરા રાજયમા ઓગસ્ટ મહિનામાં કુલ 82,103 ફ્લેટ-મકાનનું વેચાણ થયું હતું. તેમાંથી સરકારને 815.36 કરોડ રૂપિયાની આવક થઈ હતી.
સામાન્ય જનતાને મોટો આંચકો, ફરી એલપીજીના ભાવમાં ઝીંકાયો વધારો; જાણો હવે કેટલા રૂપિયામાં મળશે સિલિન્ડર
ઓગસ્ટ 2019માં 96,497 ફ્લેટ-મકાનનું વેચાણ થયું હતું, તેમાંથી રાજય સરકારને 1,681.10 કરોડ રૂપિયાની આવક થઈ હતી.