ન્યૂઝ કન્ટીન્યુઝ બ્યૂરો
મુંબઈ
03 ઓક્ટોબર 2020
જો તમે કોરોના કાળમાં લોન મોરેટોરિયમની સુવિધાનો લાભ લીધો હશે, તો તમારા માટે સારા સમાચાર છે. વાસ્તવમાં બેંક લોન મોરેટોરિયમ પર લાગતા ચક્રવૃધ્ધિ વ્યાજની ચાર્જની વસૂલી નહીં કરે. ખુદ કેન્દ્ર સરકારે આ અંગે સુપ્રીમ કોર્ટમાં સોગંદનામું આપ્યું છે. જેમાં કહેવામાં આવ્યું છે કે, MSME, એજ્યુકેશન, હોમ, કન્ઝ્યૂમર અને ઑટો લોન પર લાગૂ ચક્રવૃદ્ધી વ્યાજને માફ કરવામાં આવશે. આ ઉપરાંત ક્રેડિટ કાર્ડના બાકી પર પણ આ વ્યાજ વસૂલવામાં નહીં આવે. સરકારે સોગંધનામામાં કહ્યું છે કે, મહામારીની સ્થિતિમાં ચક્રવૃધ્ધિ વ્યાજની છૂટનું નુક્સાન સરકાર ભોગવશે કારણકે આ એકમાત્ર સમાધાન છે.
હકીકતમાં કોરોના સંકટના કારણે માર્ચમાં લૉકડાઉન લાગૂ કરવામાં આવ્યું તેને કારણે કામ-ધંધા ઠપ્પ હતા. જેના કારણે અનેક લોકો લોનની EMI ચૂકવી શકવાની સ્થિતિમા ન હતાં. આ સ્થિતિને જોતા રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાના આદેશ પર બેંકોથી EMI નહીં ચૂકવવા માટે 6 મહિનાની મુદ્દત મળી ગઈ હતી. જો કે સૌથી મોટી સમસ્યા મોરેટોરિયમના કારણે લાગૂ થતા વધારાના ચાર્જને લઈને હતી. આ વધારાનો ચાર્જ લોન લેનારા ગ્રાહકો માટે ભારરૂપ બની રહ્યો હતો. કેન્દ્ર સરકાર તરફથી આપવામાં આવેલી આ રાહતનો અર્થ એ થયો કે, લોન મોરેટોરિયમનો લાભ લઈ રહેલા લોકોએ હવે માત્ર લોનનું સામાન્ય વ્યાજ જ ચૂકવશે. વ્યાજ પર લાગતાં ચક્રવૃદ્ધિ નહીં ચૂકવવા પડે…