Site icon

એક જ ઝાટકે 200 વ્હીકલની ડિલિવરી! આ બજેટ ઇલેક્ટ્રિક સ્કૂટર ખુબ ચર્ચામાં

 News Continuous Bureau | Mumbai

TVS મોટરે (TVS Motor) તાજેતરમાં લોકલ માર્કેટમાં તેના ઇલેક્ટ્રિક સ્કૂટર (Electric scooter) TVS iQubeને નવા અવતારમાં રજૂ કર્યું છે. આ સસ્તું ઇલેક્ટ્રિક સ્કૂટર એક નવા અપડેટ સાથે લૉન્ચ કરવામાં આવ્યું છે, જેમાં કંપનીનો દાવો છે કે તેની ડ્રાઇવિંગ રેન્જ પહેલા કરતા પણ વધુ સારી બની ગઈ છે. હવે કંપનીએ દેશની રાજધાની દિલ્હીમાં (Delhi) TVS iQube ઇલેક્ટ્રિક સ્કૂટરના કુલ 200 યુનિટ માત્ર એક જ દિવસમાં ડિલિવરી કર્યા છે.

Join Our WhatsApp Community

જ્યારથી કંપનીએ આ ઈલેક્ટ્રીક સ્કૂટર લોન્ચ કર્યું છે ત્યારથી એકલા દિલ્હીમાં 2,000 યુનિટની ડિલિવરી કરવામાં આવી છે, જેમાં આ 200 યુનિટનો સમાવેશ થાય છે. કંપનીએ એક મેગા ઈવેન્ટ દ્વારા આ સ્કૂટર્સની ડિલિવરી કરી અને તમામ કસ્ટમરને ચાવીઓ સોંપી. આમાં iQube અને iQube S બંને પ્રકારનો સમાવેશ થાય છે.

TVS મોટરે આ વર્ષની શરૂઆતમાં iQube શ્રેણીનો નવો અવતાર લોન્ચ કર્યો હતો. આ સ્કૂટરમાં 3.4 kWh કેપેસિટીની બેટરીનો ઉપયોગ કરવામાં આવ્યો છે અને કંપનીનો દાવો છે કે આ સ્કૂટર સિંગલ ચાર્જમાં 100 કિલોમીટર સુધીની ડ્રાઈવિંગ રેન્જ આપે છે. iQube અને iQube S બંનેની કિંમત અનુક્રમે રૂ. 99,130 ​​અને રૂ. 1.04 લાખ ઓન-રોડ દિલ્હી છે. આમાં FAME II સબસિડી પણ સામેલ છે. ફીચર્સ તરીકે આ સ્કૂટરમાં 7 ઇંચની TFT ડિસ્પ્લે, HMI કંટ્રોલ અને રિવર્સ પાર્કિંગ જેવા ફિચર્સ આપવામાં આવ્યા છે.

આ સમાચાર પણ વાંચો: હળદરવાળું દૂધ પીતા હોવ તો ખાસ વાંચો! આ લોકોએ ભૂલથી પણ ન પીવું જોઈએ, થઇ શકે છે નુકસાન

આ સિવાય TVS મોટરે iQube ST વેરિઅન્ટ પણ રજૂ કર્યું છે, પરંતુ તેની કિંમત હજુ જાહેર કરવામાં આવી નથી. આ વેરિઅન્ટમાં કંપનીએ 5.1 kWh ક્ષમતાના બેટરી પેકનો ઉપયોગ કર્યો છે. કંપની દાવો કરે છે કે આ વેરિઅન્ટ એક જ ચાર્જ પર 145 કિમી સુધીની ડ્રાઈવિંગ રેન્જ અને એલેક્સા ઈન્ટિગ્રેટેડ (Alexa integrated) , રિમોટ વ્હીકલ ઈમોબિલાઈઝેશન (Remote Vehicle Immobilization) અને કીલેસ અનલોકિંગ (Keyless unlocking) જેવી સુવિધાઓ પ્રદાન કરે છે. તેની ટોપ સ્પીડ 82 કિલોમીટર પ્રતિ કલાક છે. તેની બેટરીને ફુલ ચાર્જ થવામાં લગભગ 4 કલાકનો સમય લાગે છે.

Bhutan: હવે ટ્રેન થી જઈ શકાશે ભૂટાન…, પડોશી દેશના આ બે શહેરો સુધી મળશે રેલ કનેક્ટિવિટી
Tomahawk Missile: 450 કિલો વોરહેડ, 2500 કિલોમીટર રેન્જ; યુક્રેનને અમેરિકા આપશે ટોમહોક મિસાઇલ, જાણો ઉપરાષ્ટ્રપતિ જેડી વેન્સે શું કરી જાહેરાત
Reliance Power: રિલાયન્સ પાવર આ 5 કંપનીઓના 100% હિસ્સાનું વેચાણ કરી રહ્યું છે, જાણો કોણ ખરીદશે આ હિસ્સો
Gold Prices: નવરાત્રીની વચ્ચે સોના-ચાંદીના ભાવ માં થયો અધધ આટલો વધારો, જાણો આજે ૨૯ સપ્ટેમ્બરના તમારા શહેરના ભાવ
Exit mobile version