News Continuous Bureau | Mumbai
ગત 8 માર્ચના લોન્ચ થયેલી ફીચર ફોનની ડિજિટલ પેમેન્ટ સેવા UPI123Pay વપરાશકર્તાઓને ખૂબ જ પસંદ આવી રહી છે.
નાણા રાજ્ય મંત્રી ભાગવત કે કરાડે લોકસભામાં એક લેખિત જવાબમાં જણાવ્યું હતું કે છેલ્લા 20 દિવસમાં 37,000થી વધુ વપરાશકર્તાઓએ UPI123Pay સેવાનો ઉપયોગ કર્યો છે.
આ સમયગાળા દરમિયાન, ફીચર ફોન દ્વારા લગભગ 21,833 સફળ વ્યવહારો કરવામાં આવ્યા છે.
UPI123Pay સેવા સરકાર દ્વારા ઈન્ટરનેટ વગર પૈસાની લેવડદેવડ કરવા માટે શરૂ કરવામાં આવી હતી.
આ સેવા ખાસ કરીને ફીચર ફોન યુઝર્સ માટે રજૂ કરવામાં આવી છે, જે અગાઉ સ્માર્ટફોન યુઝર્સ સુધી મર્યાદિત હતી, જે યુનિફાઈડ પેમેન્ટ ઈન્ટરફેસ (UPI) દ્વારા શક્ય હતું.
ભારતીય રિઝર્વ બેંક (RBI) એ UPI સેવાને તમામ વપરાશકર્તાઓ માટે સુલભ બનાવવા માટે ઘણા મહત્વપૂર્ણ પગલાં લીધા છે.
આ સમાચાર પણ વાંચો : CAITની મોટી જીત, ચાઈનાનું પીઠબળ ધરાવતી શોપી કંપની ભારતથી લેશે વિદાય.. જાણો વિગતે