ડિજિટલ ઇન્ડિયા! RBIની ફીચર ફોન ડિજિટલ પેમેન્ટ સેવા UPI123Payનો ક્રેઝ, લોન્ચ થયાના માત્ર 20 દિવસમાં જ જોડાયા આટલા હજાર યુઝર્સ, જાણો વિગતે

by Dr. Mayur Parikh

News Continuous Bureau | Mumbai

ગત 8 માર્ચના લોન્ચ થયેલી ફીચર ફોનની ડિજિટલ પેમેન્ટ સેવા UPI123Pay વપરાશકર્તાઓને ખૂબ જ પસંદ આવી રહી છે.

નાણા રાજ્ય મંત્રી ભાગવત કે કરાડે લોકસભામાં એક લેખિત જવાબમાં જણાવ્યું હતું કે છેલ્લા 20 દિવસમાં 37,000થી વધુ વપરાશકર્તાઓએ UPI123Pay સેવાનો ઉપયોગ કર્યો છે. 

આ સમયગાળા દરમિયાન, ફીચર ફોન દ્વારા લગભગ 21,833 સફળ વ્યવહારો કરવામાં આવ્યા છે. 

UPI123Pay સેવા સરકાર દ્વારા ઈન્ટરનેટ વગર પૈસાની લેવડદેવડ કરવા માટે શરૂ કરવામાં આવી હતી. 

આ સેવા ખાસ કરીને ફીચર ફોન યુઝર્સ માટે રજૂ કરવામાં આવી છે, જે અગાઉ સ્માર્ટફોન યુઝર્સ સુધી મર્યાદિત હતી, જે યુનિફાઈડ પેમેન્ટ ઈન્ટરફેસ (UPI) દ્વારા શક્ય હતું. 

ભારતીય રિઝર્વ બેંક (RBI) એ UPI સેવાને તમામ વપરાશકર્તાઓ માટે સુલભ બનાવવા માટે ઘણા મહત્વપૂર્ણ પગલાં લીધા છે.

આ સમાચાર પણ વાંચો :  CAITની મોટી જીત, ચાઈનાનું પીઠબળ ધરાવતી શોપી કંપની ભારતથી લેશે વિદાય.. જાણો વિગતે

You Might Be Interested In

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More