News Continuous Bureau | Mumbai
છેલ્લા કેટલાક મહિનામાં ઈંધણ, ઘરગથ્થુ ગેસ, ખાદ્યતેલ વગેરેના ભાવમાં સતત વધારો થઈ રહ્યો છે. મોંઘવારી વધવાથી નાગરિકો હેરાન થઈ રહ્યા છે. ત્યારે હવે એક નવી માહિતી સામે આવી રહી છે. એપ્રિલથી આવશ્યક દવાઓના ભાવમાં સીધા 10 ટકાનો વધારો થશે. આ દવાઓમાં આવશ્યક દવા પેરાસિટામોલનો પણ સમાવેશ થાય છે. જેના કારણે શહેરીજનોએ ભારે હાલાકી ભોગવવી પડશે.
પ્રાપ્ત જાણકારી મુજબ કેન્દ્ર સરકારે સુનિશ્ચિત દવાઓના ભાવમાં વધારાને મંજૂરી આપી છે, એપ્રિલની શરૂઆતમાં 800 થી વધુ દવાઓના ભાવમાં 10.7 ટકાનો વધારો થવા જઈ રહ્યો છે. જેમા તાવ, હ્રદયરોગ, હાઈ બ્લડ પ્રેશર, ત્વચા રોગ અને એનીમિયાની સારવારમાં ઉપયોગમાં લેવાતી દવાઓ પણ સામેલ છે. નેશનલ ફાર્મા પ્રાઈઝિંગ ઓથોરિટી(NPPA) ના જણાવ્યા મુજબ આ દવાઓના ભાવ WPI ના આધારે નક્કી કરાય છે.
આ સમાચાર પણ વાંચો : મોંઘવારીનો માર! ઈંધણની કિંમતોમાં ભડકો, અઠવાડિયામાં પેટ્રોલ 3.20 રૂપિયા પ્રતિ લીટર મોંઘું થયું, જાણો આજે ભાવમાં કેટલો વધારો થયો
કોરોના મહામારી આવ્યા બાદ ફાર્મા ઉદ્યોગ સતત દવાઓના ભાવમાં વધારો કરવાની માંગ કરી રહ્યો છે. આ પૃષ્ઠભૂમિમાં, સૂચિત દવાઓના ભાવમાં 10.7 ટકાના વધારાને મંજૂરી આપવામાં આવી છે. અત્રે જણાવવાનું કે શિડ્યૂલ ડ્રગ્સમાં જરૂરી દવાઓ સામેલ છે જેના ભાવ પર નિયંત્રણ હોય છે. તેના ભાવ મંજૂરી વગર વધારી શકાતા નથી. જે દવાઓના ભાવ વધવા જઈ રહ્યા છે તેમા કોરોનાના મધ્યમથી લઈને ગંભીર લક્ષણોવાળા દર્દીઓની સારવારમાં ઉપયોગમાં લેવાતી દવાઓ પણ સામેલ છે.