280
Join Our WhatsApp Community
ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 28 ડિસેમ્બર 2021
મંગળવાર.
કોરોનાના નવા વેરિએન્ટ ઓમિક્રોનના કારણે એવિએશન સેક્ટર પરનુ સંકટ વધી ગયુ છે.
આખી દુનિયાની એરલાઈનો પર હવે ઓમિક્રોનના કારણે ખતરો મંડરાઈ રહ્યો છે.
છેલ્લા પાંચ દિવસમાં દુનિયામાં 11500 ફ્લાઈટો ઓમિક્રોનની દહેશતના કારણે રદ કરવામાં આવી છે.
નવા વર્ષના ટાણે જ ફ્લાઈટો રદ કરવાના કારણે પર્યટકો અને એરલાઈન કંપનીઓ બંને પરેશાનીનો સામનો કરી રહ્યા છે.
વિવિધ દેશોમાં કોરોનાના કેસ ફરી રેકોર્ડ બ્રેક કરી રહ્યા છે ત્યારે તકેદારીના ભાગરૂપે ઘણા દેશો પોતાની ફ્લાઈટસ રદ કરી રહ્યા છે.
ઉલ્લેખનીય છે કે આ પહેલા પણ કોરોનાની પહેલી અને બીજી લહેરમાં એરલાઈન કંપનીઓ નુકસાન ભોગવી ચુકી છે ત્યારે તેમને ઓમિક્રોનના કારણે વધુ એક ફટકો પડે તેમ લાગી રહ્યુ છે.
You Might Be Interested In