રશિયા-યુક્રેનના યુદ્ધથી પામ ઓઈલના ભાવમાં ભડકો.. સૌથી સસ્તું તેલ થશે હજી મોંઘુ… જાણો વિગત

by Dr. Mayur Parikh
Indonesia to suspend some palm oil export permits

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો, 

મુંબઈ, 07 માર્ચ, 2022,  

સોમવાર, 

રશિયા અને યુક્રેન વચ્ચેનું યુદ્ધ સૌ કોઈને દઝાડી રહ્યું છે. ભારતમાં પણ આ યુદ્ધને કારણે તેલના ભાવમાં ભડકો જોવા મળ્યો છે. દેશમાં સૌથી સસ્તું વેચાતું પામ તેલ પ્રથમ વખત ટોચના ચાર ખાદ્યતેલોમાં સૌથી મોંઘું ખાદ્ય તેલ બની ગયું છે.  તેથી મોંધવારીમાં પીસાઈ રહેલા નાગરિકોને આગામી દિવસમાં વધુ ફટકો બેસવાનો છે.

 યુક્રેન પર રશિયન આક્રમણ સાથે, દેશમાં સૂર્યમુખી તેલનો પુરવઠો બંધ થઈ ગયો છે, જેના કારણે ખરીદદારો સૂર્યમુખી તેલના વિકલ્પ તરીકે પામ ઓઈલ અને સોયા ઓઇલ તરફ વળ્યા હોવાનું  ઓલ ઈન્ડિયા એડીબલ ઓઇલ ટ્રેડર્સ ફેડરેશનના રાષ્ટ્રીય અધ્યક્ષ અને મેટ્રોપોલિટન મુંબઈ પ્રોવિન્સ ઓફ કોન્ફેડરેશન ઓફ ઓલ ઈન્ડિયા ટ્રેડર્સના પ્રમુખ શ્રી શંકરે જણાવ્યું હતું.  તેમના જણાવ્યા મુજબ આ તમામ આંતરરાષ્ટ્રીય કારણોને લીધે પામ ઓઈલ અને સોયા ઓઈલના ભાવમાં ભારે વધારો જોવા મળી રહ્યો છે. 

અહીં ઉલ્લેખનીય છે કે પૂર્વ યુરોપનો કાળો સમુદ્ર વિસ્તાર સૂર્યમુખી તેલના ઉત્પાદન માટે જાણીતો છે, પરંતુ રશિયન આક્રમણને કારણે આ સમગ્ર વિસ્તારમાં અરાજકતા ફેલાય ગઈ છે, જેના કારણે દેશમાં સૂર્યમુખી તેલનો પુરવઠો ઘટી ગયો છે. યુક્રેન અને રશિયા વચ્ચેના યુદ્ધનો ફાયદો ઉઠાવીને મલેશિયા અને ઈન્ડોનેશિયાની ઓઈલ કંપનીઓએ ખાદ્યતેલના ભાવ મોંઘા કરી દીધા છે હોવાનું વેપારીઓનું કહેવું છે.

 વેપારીઓ સાવધાન GSTમાં આ સ્લેબ રદ થવાની શક્યતા : સરકાર આવક વધારવાની પેરવીમાં. જાણો વિગતે

વધુમાં, પામ ઓઈલ ના ભાવમાં આ વધારો એશિયન અને આફ્રિકન દેશોમાં પહેલેથી જ મોંઘવારીથી પીડાતા ગ્રાહકોના ખિસ્સા પર ભારે અસર કરી શકે છે. જેના કારણે તેમને તેમનો વપરાશ ઓછો કરવાની ફરજ પડી શકે છે. આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ પામ ઓઈલ (CPO)ની કિંમત 1910 ડોલર પ્રતિ ટન જોવા મળી રહી છે. બીજી તરફ ક્રૂડ સોયા ઓઈલની કિંમત 1855 ડોલર પર જોવા મળી રહી છે. આ માર્ચમાં ભારત માટે શિપિંગ કિંમતો છે. તે જ સમયે, ક્રૂડ રેપસીડ તેલની કિંમત ટન દીઠ $ 1885 આસપાસ છે, જ્યારે આયાતકાર યુક્રેન કટોકટીના કારણે બોટ બંધ થવાને કારણે સૂર્યમુખી તેલ મોકલવામાં સક્ષમ ન હોવાનું તેલ બજાર સાથે જોડાયેલા વેપારીઓનું કહેવું છે.

ભારતીય શેરબજાર ધડાકાભેર તૂટી પડ્યા. લોકોને લાખો-કરોડોનું નુકસાન

કોન્ફેડરેન ઓફ ઓલ ઈન્ડિયા ટ્રેડર્સના પદાધિકારીના કહેવા મુજબ યુક્રેનની કટોકટીના કારણે ભારતમાં પામ ઓઈલની કિંમત સોયા ઓઇલ ની સરખામણીમાં સર્વોચ્ચ સપાટીએ પહોંચી ગઈ છે. કાળો સમુદ્ર પ્રદેશ વિશ્વના સૂર્યમુખી તેલના ઉત્પાદનમાં 60 ટકા અને તેની નિકાસમાં 76 ટકા હિસ્સો ધરાવે છે, એશિયન અને યુરોપિયન રિફાઇનરીઓ રશિયન આક્રમણ સમાપ્ત ન થાય ત્યાં સુધી યુક્રેનના બંદરોને બંધ કરવા માંગે છે. આગામી કેટલાક સમય માટે શિપમેન્ટ માટે તેલમાં વધારો કરવામાં આવ્યો છે. તેમની પાસે સોયા તેલ ખરીદવાનો વિકલ્પ પણ છે પરંતુ સોયા તેલના તાત્કાલિક શિપમેન્ટની શક્યતા મર્યાદિત છે. પામ ઓઈલને એશિયા સુધી પહોંચવામાં વધુ સમય લાગે છે તેને ધ્યાનમાં રાખીને આયાતકારો પામ ઓઈલની આયાત વધારી રહ્યા છે. જેના કારણે પામ ઓઈલના ભાવમાં વધારો જોવા મળી રહ્યો છે. આ સિવાય આર્જેન્ટિના, બ્રાઝિલ અને પેરાગ્વેમાં દુષ્કાળના કારણે સોયાબીનના ઉત્પાદનમાં ઘટાડો થવાની સંભાવના છે. પામ તેલને પણ આનો ફાયદો મળી રહ્યો છે.

Join Our WhatsApp Community

You may also like

Leave a Comment