News Continuous Bureau | Mumbai
દેશમાં કાળા નાણાં પર અંકુશ લાવવા માટે કેન્દ્ર સરકારે મહત્વનો નિર્ણય લીધો છે. તે મુજબ હવે કેન્દ્ર સરકારે(central govt) ચાલુ ખાતું (current account)ખોલાવવા સાથે જ નાણાકીય વર્ષમાં 20 લાખ રૂપિયાથી વધુ રકમ જમા કરાવવા કે ઉપાડવા માટે આધાર અથવા પરમેનન્ટ એકાઉન્ટ નંબર (PAN) ફરજિયાત કરી દીધો છે. તેથી બેંક અથવા પોસ્ટમાંથી મોટી રકમ જમા-ઉપાડ કરવા સમયે તમારે મહત્વના દસ્તાવેજો સાથે રાખવા આવશ્યક રહેશે.
બ્લેક મની અર્થાત કાળા નાણા(Black money)ને નિયંત્રણમાં લાવવા માટે પેન અને આધાર વગર(PAN and Aadhar card) નાણાકીય ટ્રાન્ઝેક્શન(Transaction) કરતા લોકો માટે ખાસ નોટિફિકેશન બહાર પાડવામાં આવ્યું છે. સેન્ટ્રલ બોર્ડ ઓફ ડાયરેક્ટ ટેક્સીસ (CBDT)એ એક નોટિફિકેશનમાં જણાવ્યું છે કે નાણાકીય વર્ષમાં બેન્કો પાસેથી મોટી રકમની લેવડ દેવડ કરવા માટે પેન નંબરની માહિતી અથવા આધારનું બાયોમેટ્રિક વેરિફિકેશન( Biometric verification of Aadhar)આપવું ફરજિયાત રહેશે. એટલે કે 20 લાખ રૂપિયાથી વધુ રકમ જમા કરાવવા અથવા ઉપાડવા માટે આ દસ્તાવેજો ફરજિયાત રહેશે. આ ઉપરાંત બેંક કે પોસ્ટ ઓફિસમાં કરન્ટ એકાઉન્ટ(current account) કે કેશ ક્રેડિટ એકાઉન્ટ પણ ખોલાવવું જરૂરી રહેશે.
સેન્ટ્રલ બોર્ડ ઓફ ડાયરેક્ટ ટેક્સિસે ઈન્કમ ટેક્સ રુલ્સ 2022 નામના નવા નિયમો બનાવ્યા છે. નવા નિયમ પ્રમાણે, નીચેના ટ્રાન્ઝેક્શન માટે પેન અને આધાર ફરજિયાત છે. તેમ જ નિયમ મુજબ જો કોઇ વ્યક્તિને પેનની જાણકારી આપવાની જરૂર હોય, પરંતુ તેની પાસે પેન કાર્ડ ન હોય તો તે આધારની બાયોમેટ્રિક ઓળખ આપી શકે છે.
આ ત્રણ નિયમ નીચે મુજબ છે
(1) એક નાણાકીય વર્ષમાં એક કે એકથી વધારે એકાઉન્ટમાં 20 લાખ કે તેનાથી વધારે રકમ જમા કરાવનાર લોકોએ ફરજિયાત આધાર અને પેન કાર્ડ આપવું પડશે.
(2) એક નાણાકીય વર્ષમાં એક કે એકથી વધારે એકાઉન્ટમાં 20 લાખ કે તેનાથી વધારે રકમ ઉપાડનાર લોકોએ પણ આધાર અને પેન આપવું પડશે.
(3) કોઈ બેન્કિંગ કંપની, કો-ઓપરેટીવ બેંક અથવા પોસ્ટ ઓફિસમાં કોઈ વ્યક્તિ દ્વારા કેશ ક્રેડિટ એકાઉન્ટ તો કરન્ટ એકાઉન્ટ ખોલાવવું પડશે.