Site icon

ખુશખબર / ટૂંક સમયમાં પેન કાર્ડ બની શકે છે ‘Single Business ID’, નાણામંત્રી બજેટમાં કરી શકે છે જાહેરાત

પરમેનન્ટ એકાઉન્ટ નંબર એટલે કે પેન કાર્ડ (Pan Card) એ ખૂબ જ મહત્વપૂર્ણ નાણાકીય દસ્તાવેજ છે જેનો ઉપયોગ લગભગ દરેક નાણાકીય જરૂરિયાતોને પહોંચી વળવા માટે થાય છે. હવે સરકાર પેન કાર્ડને લઈને મોટો નિર્ણય લઈ શકે છે.

PAN card may soon become 'Single Business ID

PAN card may soon become 'Single Business ID

News Continuous Bureau | Mumbai

PAN Card as Single Business ID: પરમેનન્ટ એકાઉન્ટ નંબર એટલે કે પેન કાર્ડ (Pan Card) એ ખૂબ જ મહત્વપૂર્ણ નાણાકીય દસ્તાવેજ છે જેનો ઉપયોગ લગભગ દરેક નાણાકીય જરૂરિયાતોને પહોંચી વળવા માટે થાય છે. હવે સરકાર પેન કાર્ડને લઈને મોટો નિર્ણય લઈ શકે છે. સરકાર બજેટ 2023માં પેન કાર્ડને સિંગલ બિઝનેસ આઈડી તરીકે માન્યતા આપી શકે છે. બિઝનેસ સ્ટાન્ડર્ડના સમાચાર મુજબ, સરકાર બજેટ 2023માં પેન કાર્ડને સિંગલ બિઝનેસ આઈડી તરીકે માન્યતા આપી શકે છે. સરકારના આ પગલાનો સૌથી મોટો ફાયદો નાના વેપારીઓને થશે. તેની સાથે, તેઓ તેમના રિસોર્સિઝ અને સમય બંને બચાવી શકશે. સરકાર આ પગલું એટલા માટે લેવા માંગે છે કારણ કે તેનાથી દેશમાં બિઝનેસ શરૂ કરવો અને તેનું સંચાલન કરવું સરળ બનશે. તેની સાથે, વ્યવસાયનું કમ્પ્લાયન્સનો બોજ ઘટશે.

Join Our WhatsApp Community

બજેટ 2023 માં નાણામંત્રી કરી શકે છે જાહેરાત

નાણામંત્રી નિર્મલા સીતારમણ 1 ફેબ્રુઆરી, 2023 ના રોજ સંસદમાં બજેટ રજૂ કરશે. મીડિયા રિપોર્ટ મુજબ, નાણામંત્રી તેમના બજેટ સ્પીચમાં સિંગલ બિઝનેસ આઈડીની જાહેરાત કરી શકે છે. સરકારના આ પગલાથી બિઝનેસમેનને નેશનલ સિંગલ વિન્ડો સિસ્ટમમાં અનેક પ્રકારની ID ડિટેલ્સ ભરવામાંથી મુક્તિ મળશે અને પેન કાર્ડ ‘વન સ્ટોપ શોપ’ તરીકે કામ કરશે.

આ સિંગલ આઈડી દ્વારા બિઝનેસ મેન આ સિંગલ આઈડી વડે લાઈસન્સ રિન્યુઅલ અને જીએસટી રિટર્ન ફાઈલિંગ જેવા કામ સરળતાથી કરી શકશે. આપને જણાવી દઈએ કે પેન કાર્ડ એક આલ્ફા ન્યુમેરિક નંબર છે, જેનો ઉપયોગ સિંગલ બિઝનેસ આઈડી તરીકે કરવાની સરકારની પ્લાનિંગ છે.

આ આઈડીને બિઝનેસ ID તરીકે કરવામાં આવે છે ઉપયોગ

આપને જણાવી દઈએ કે પેન કાર્ડ સિવાય કેન્દ્ર અને રાજ્ય સરકારો દ્વારા જારી કરાયેલ કુલ 13 આઈડીને બિઝનેસ આઈડી તરીકે ઓળખવામાં આવે છે. આ આઈડી છે ઈપીએફઓ (EPFO), જીએસટીએન (GSTN), ઈનકમ ટેક્સ રિટર્ન નંબર, ટેન નંબર સહિત કુલ 13 આઈડી છે. જો સરકાર દ્વારા પેન કાર્ડને સિંગલ બિઝનેસ આઈડી તરીકે માન્યતા આપવામાં આવે છે, તો તમારે આ બધા આઈડીની જરૂર રહેશે નહીં.

Amazon Layoffs: એમેઝોન લે-ઓફ: કંપનીએ જણાવ્યું મોટા પાયે કર્મચારીઓની છટણીનું કારણ
LPG: નિયમોમાં ફેરફાર: LPG, આધાર કાર્ડથી GST સુધી… આજથી લાગુ થતા આ મોટા નિયમો, તમારા માસિક બજેટ પર થશે અસર
Gold Price: સોના-ચાંદીના ભાવ ગગડ્યા! ૧૩ દિવસમાં સોનું ૧૧,૬૨૧ અને ચાંદી ૩૨,૫૦૦ સસ્તી, જાણો આજના લેટેસ્ટ રેટ.
UPI Help: UPI માં હવે કોઈ સમસ્યા નહીં! NPCIનું નવું ‘UPI હેલ્પ’ AI કેવી રીતે કરશે તમારા વ્યવહારોને સરળ?
Exit mobile version