News Continuous Bureau | Mumbai
કોવિડ મહામારીએ(covid pandemic) અનેક લોકોને આર્થિક રીતે બરબાદ કરી નાખ્યા છે. વૈશ્વિક સ્તરે અનેક દેશોની આર્થિક વ્યવસ્થા(Economic system) ફસડાઈ પડી હતી. ત્યારે નવાઈ લાગે તેમ બ્રિટિશ ચેરીટેબલ ઓર્ગેનાઈઝેશન ઓક્સફેમે(Oxfame) સોમવારે કહ્યું હતું કે આ ગચાળાએ દર 30 કલાકે એક નવો અબજોપતિ(Billionaire) બનાવ્યો છે અને હવે તે જ ગતિએ 10 લાખ લોકો અત્યંત ગરીબીની રેખા હેઠળ આવી શકે છે.
આંતરરાષ્ટ્રીય ચેરિટી સંસ્થાએ(International charity organization) જણાવ્યું હતું કે બે વર્ષની કોવિડ-પ્રેરિત ગેરહાજરી પછી વર્લ્ડ ઇકોનોમિક ફોરમ(World Economic Forum) માટે સ્વિસ માઉન્ટેન હેવન(Swiss Mountain Heaven) ખાતે વૈશ્વિક ચુનંદા લોકો એકઠા થયા છે અને હવે ધનિકો પર ટેક્સ લગાવવાનો સમય આવી ગયો છે.
આ સમાચાર પણ વાંચો : આનંદો! બદલાઈ ગઈ ATMમાંથી કેશ ઉપાડવાની રીત, ગ્રાહકોને ફાયદો કરાવવા RBI એ લાગૂ કર્યો નવો નિયમ
Oxfam જણાવ્યું હતું કે તે આ વર્ષે 263 મિલિયન લોકો અત્યંત ગરીબીમાં રેખા નીચે આવી જવાની અપેક્ષા રાખે છે. વધતા જતા ફુગાવાને કારણે દર 33 કલાકે 10 લાખ લોકોની કોસ્ટ ઓફ લિંવિંગમાં(Cost of Living) અત્યંત કટોકટી જણાઈ છે.
Oxfam ના કહેવા મુજબ સરખામણી કરીને, રોગચાળા દરમિયાન 573 લોકો અબજોપતિ બન્યા અથવા તો દર 30 કલાકે એક વ્યક્તિ અબજોપતિ બન્યો હતો.
Oxfam ના કહેવા મુજબ કરોડપતિઓ પર વાર્ષિક બે ટકા અને અબજોપતિઓ માટે પાંચ ટકાનો વાર્ષિક વેલ્થ ટેક્સ, વાર્ષિક 2.52 ટ્રિલિયન ડોલરનું ઉત્પાદન કરી શકે છે. આવો વેલ્થ ટેક્સ(Wealth tax) 2.3 બિલિયન લોકોને ગરીબીમાંથી બહાર કાઢવામાં, વિશ્વ માટે પૂરતી રસી બનાવવામાં અને ગરીબ દેશોમાં લોકો માટે સાર્વત્રિક આરોગ્ય સંભાળ(Universal health care) માટે ચૂકવણી કરવામાં મદદ કરશે.