News Continuous Bureau | Mumbai
‘પારલે-જી, જી માને જીનિયસ…’, દરેકને નાનપણથી જ પારલે-જી બિસ્કીટ(Parle-G Biscuits) સાથે અનોખો સંબંધ રહ્યો હશે. ખિસ્સામાં બહુ ઓછા પૈસા હશે તો પણ પેટની ભૂખ(hunger) પારલે-જી સંતોષી શકે છે. પારલે-જી ચાના કપમાં(teacup) ઓગાળીને આંગળીઓ વડે ખાવાનો એક અલગ જ આનંદ છે. પરંતુ આટલી મોંઘવારીમાં(inflation) પણ વર્ષોથી પારલે-જી સસ્તા ભાવે જ પોતાની બિસ્ટિકટ વેચતી આવી છે. પારવાર મોંઘવારી વચ્ચે પણ તેણે પોતાના ભાવ વધાર્યા નથી.
સ્વાદની(taste) સાથે સાથે પારલે-જીની એક વસ્તુ જે વર્ષોથી સ્થિર રહી છે તે તેની કિંમત છે. પારલે-જીના એક નાના પેકેટની(small packets) કિંમત 2021 સુધીમાં માત્ર 4 રૂપિયા હતી. હવે આ બિસ્કીટ પાંચ રૂપિયામાં મળે છે. એટલે કે પારલે-જી ચાની કિંમત કરતાં સસ્તી છે. મોંઘવારી છતાં પારલે-જી ક્યારેય મોંઘું થયું નથી. પારલે-જી આટલા સસ્તામાં બિસ્કિટ આપવાનું કેવી રીતે પોસાય?
સ્વિગીના(Swiggy) ડિઝાઇન ડાયરેક્ટર સપ્તર્ષિ પ્રકાશે(Design Director Saptarshi Prakash) LinkedIn પર એક પોસ્ટ શેર કરીને જવાબ આપ્યો છે. પારલે-જી એક પ્રતિભાશાળી વ્યૂહરચના સાથે આવ્યું છે. બદલાતા સમય સાથે કિંમતમાં ફેરફાર કરવાને બદલે પારલે-જીએ બિસ્કિટ પેકેટની સાઈઝમાં ફેરફાર કર્યો. શરૂઆતમાં તેના પેકેટનું વજન 100 ગ્રામ, પછી 92.5 ગ્રામ, 88 ગ્રામ. અને હવે તે 55 ગ્રામ પર આવી ગયો છે. અત્યાર સુધીમાં પારલે-જીની નાના પેકેટના વજનમાં 45 ટકાનો ઘટાડો થયો છે. એટલા માટે પારલે કંપની આજે પણ આ બિસ્કીટ માત્ર 5 રૂપિયામાં આપી શકે છે.માર્કેટિંગની ભાષામાં(marketing terms) આ ટેકનિકને ગ્રેસફુલ ડિગ્રેડેશન(Graceful degradation) કહેવામાં આવે છે. સપ્તર્ષિ પ્રકાશે એ પણ ખુલાસો કર્યો છે કે વેફર્સ(Wafers), ચોકલેટ(Chocolate) અને ટૂથપેસ્ટ(Toothpaste) બનાવતી કંપનીઓ આવી વ્યૂહરચનાનો ઉપયોગ કરતી રહી છે.
આ સમાચાર પણ વાંચો : હવે ચોખાની કિંમત વધી- આટલા ટકા દામ વધ્યા