ડિસેમ્બર 2015માં લોન્ચ થયેલ PhonePe હવે ભારતમાં સૌથી મોટી પેમેન્ટ એપમાંની એક બની ગઈ છે. PhonePeનું વાર્ષિક કુલ પેમેન્ટ મૂલ્ય એક ટ્રિલિયન ડોલર એટલે કે લગભગ 84 લાખ કરોડ રૂપિયા સુધી પહોંચી ગયું છે. કંપની મૂલ્ય દ્વારા 50 ટકાથી વધુ બજાર હિસ્સાનો દાવો કરે છે અને ટાયર 2,3,4 શહેરોમાં ફેલાયેલા 35 મિલિયન ઑફલાઇન વેપારીઓને ડિજિટાઇઝ કરે છે. પેમેન્ટ્સ એપ વીમા અને ફંડ મેનેજમેન્ટ જેવા નવા વ્યવસાયોમાં પણ રોકાણ કરી રહી છે.
મજબૂત કામગીરી અંગે ટિપ્પણી કરતાં, PhonePeના કન્ઝ્યુમર બિઝનેસ હેડ સોનિકા ચંદ્રાએ કહ્યું, “અમે $1 ટ્રિલિયન વાર્ષિક TPV રનરેટ સુધી પહોંચવા માટે ઉત્સાહિત છીએ.”
તેમણે ઉમેર્યું, “ઝડપી, સુરક્ષિત અને ભરોસાપાત્ર ટ્રાજેક્શન સુનિશ્ચિત કરીને કસ્ટમર એક્સપિરિયન્સને આસાન બનાવવા પર અમારું ધ્યાન અમને લાખો ભારતીય યુઝર્સનો વિશ્વાસ જીતવામાં મદદ કરે છે.”
આ સમાચાર પણ વાંચો : એક તો ચોરી, ઉપર સે સીના જોરી. મુંબઇમાં ટ્રાફિક સિગ્નલ તોડવા માટે રોકાતા બાઈક સવારે પોલીસ કોન્સ્ટેબલ પર જ કર્યો હુમલો, જુઓ વીડિયો
ચંદ્રાએ વધુમાં ઉમેર્યું હતું કે, “અમે ભારતીયો માટે વધુ નાણાકીય સમાવેશને સક્ષમ કરવા માટે UPI લાઇટ, UPI ઇન્ટરનેશનલ અને UPI પર ક્રેડિટ જેવી ઓફર સાથે ભારતમાં UPI ચુકવણી માટે વૃદ્ધિની આગામી લહેરને આગળ વધારવા માટે આતુર છીએ.”
PhonePe એ પણ જાહેરાત કરી કે તેને તેના PA લાઇસન્સ માટે RBI તરફથી સૈદ્ધાંતિક મંજૂરી મળી છે. આ મંજૂરી કંપનીને તેના સરળ પેમેન્ટ સોલ્યુશન્સનું વિસ્તરણ કરવામાં અને દેશના લાખો નાના વ્યવસાયો અને SME માટે ડિજિટલ સમાવેશને સક્ષમ કરવામાં મદદ કરશે.