સરકારી ઓઇલ કંપનીઓએ સતત ચોથા દિવસે પેટ્રોલ અને ડીઝલની કિંમતમાં વધારો કર્યો છે.
આજે ફરીથી પેટ્રોલમાં 29 પૈસા અને ડીઝલમાં 38 પૈસા પ્રતિ લિટરનો વધારો કરવામાં આવ્યો છે.
આ વધારાની બાદ ઈંધણના ભાવ દેશમાં અત્યાર સુધીના ઉચ્ચતમ સ્તર પર પહોંચી ગયા છે.
દેશની રાજધાની દિલ્હી માં પેટ્રોલનો ભાવ 88.14 રૂપિયા અને ડીઝલનો ભાવ 78.38 રૂપિયા પ્રતિ લીટર થઈ ગયો. તો મુંબઈમાં 94.64 રૂપિયા લીટર તો ડીઝલ 85.32 રૂપિયા લીટર પર આવી ગયો છે. થઈ ગયો.
આ વર્ષે અત્યાર સુધીમાં પેટ્રોલ અને ડીઝલની કિંમતમાં ક્રમશઃ 4.24 રૂપિયા અને 4.15 રૂપિયા પ્રતિ લિટર વધારો થયો છે.


Leave a Reply