સરકારી ઓઇલ કંપનીઓએ એક દિવસની રાહત બાદ આજે ફરી પેટ્રોલમાં 28 પૈસા અને ડીઝલમાં 26 પૈસાનો વધારો કર્યો છે.
આ ભાવ વધારા બાદ દિલ્હીમાં પેટ્રોલ 97.50 રૂપિયા પ્રતિ લિટર અને ડીઝલ 88.23 રૂપિયા પ્રતિ લિટર થઈ ગયું છે.
મુંબઈમાં પેટ્રોલ 103.63 રૂપિયા પ્રતિ લિટર અને ડીઝલ 95.72 રૂપિયા પ્રતિ લિટર થઈ ગયું છે.
ઉલ્લેખનીય છે કે આજે કરાયેલા ભાવવધારા બાદ મુંબઈ, રત્નાગીરી, ઔરંગાબાદ, જેસલમેર, ગંગાનગર, હૈદરાબાદ, લેહ, બાંસવાડા, ઇન્દોર, જયપુર, ભોપાલ, ગ્વાલિયર, ગુટુર, કકિનાડા, ચિકમંગલુર, શિવમોગ્ગા અને લેહમાં પેટ્રાલના ભાવ 100 રૂપિયા પ્રતિ લિટર થયા છે.