News Continuous Bureau | Mumbai
આજે ફરી એકવાર પેટ્રોલ અને ડીઝલના ભાવમાં વધારો કરવામાં આવ્યો છે.
દિલ્હીમાં પેટ્રોલ-ડીઝલ પર પ્રતિ લિટર 80 પૈસાનો વધારો થયો છે.
હવે અહીં પેટ્રોલ 102.61 રૂપિયા અને ડીઝલ 93.87 રૂપિયા પ્રતિ લીટર થયું છે.
મુંબઈમાં પેટ્રોલ-ડીઝલના ભાવમાં 85 પૈસાનો વધારો કરાયો છે.
અહીંયા પેટ્રોલ 117.57 રૂપિયાએ પહોંચી ગયું છે જ્યારે ડીઝલ 101.97 રૂપિયા થયું છે.
ઉલ્લેખનીય છે કે કે પેટ્રોલ અને ડીઝલના ભાવમાં 12 દિવસમાં 10 વાર વધારો થઈ ચૂક્યો છે.
22 માર્ચથી અત્યાર સુધીમાં પેટ્રોલના ભાવમાં 7.20 રૂપિયા પ્રતિ લીટરનો વધારો થઈ ચૂક્યો છે.
આ સમાચાર પણ વાંચો : વિદેશી મુદ્રા ભંડારમાં ફરી કડાકો, સતત ત્રીજા અઠવાડિયામાં પણ નોંધાયો ધરખમ ઘટાડો; જાણો દેશની તિજોરીમાં કેટલું છે ધન
Join Our WhatsApp Community