ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો.
મુંબઈ, 1 નવેમ્બર, 2021.
સોમવાર.
દેશમાં સતત છઠ્ઠા દિવસે પેટ્રોલ-ડીઝલની કિંમતમાં વધારો થયો છે.
આજે પેટ્રોલમાં 37 પૈસા અને ડીઝલમાં 41 પૈસા પ્રતિ લિટરે ભાવ વધારો થયો છે.
આ ભાવ વધારા બાદ દિલ્હીમાં પેટ્રોલ 109.69 રૂપિયા અને ડીઝલ 98.42 થઈ ગયુ છે.
મુંબઈમાં પેટ્રોલ 115.50 રૂપિયા અને ડીઝલ 106.62 રૂપિયા પ્રતિ લીટર વેચાઈ રહ્યું છે.
ઉલ્લેખનીય છે કે સપ્ટેમ્બર 28 પછી પેટ્રોલની કિંમતમાં 26 વખત વધારો થયો છે, આ દરમિયાન કિંમતમાં લીટરે 8.15 રૂપિયાનો વધારો થયો છે. જ્યારે 24 સપ્ટેમ્બર પછી 29 વખત વધારો થયો છે. આ દરમિયાન કિંમત 9.45 રૂપિયા પ્રતિ લીટર વધી ગઈ છે.
