ન્યુઝ કન્ટીન્યુઝ બ્યુરો
મુંબઈ
28 ઓક્ટોબર 2020
ઓક્ટોબર મહિનામાં પેટ્રોલ અને ડીઝલના ભાવમાં સતત રાહત મળી રહી છે. ભારતીય ઓઇલ કંપનીઓ (IOC, HPCL & BPCL) એ આજે ભાવમાં કોઈ ફેરફાર નથી કર્યો. એટલે કે સતત 26મા દિવસે પણ પેટ્રોલ-ડીઝલના ભાવ એના એ જ છે. પરંતુ નોંધનીય બાબત એ છે કે કોરોના મહામારીના કારણે આર્થિક સંકટ બાદ સૂત્રોના જણાવ્યાં મુજબ જો સરકારને કોવિડ-19 થી સંબંધિત પડકારોનો સામનો કરવા માટે ફરી આર્થિક સુધાર પેકેજો લાવવા માટે જરૂરિયાત લાગી તો પેટ્રોલ અને ડીઝલના ભાવ વધી શકે છે.

@જાણો ચાર મહાનગરમાં આજના ભાવો શું છે?
દિલ્હી- પેટ્રોલ 81.06 રૂપિયા અને ડીઝલો 70.46 રૂપિયા પ્રતિ લીટર છે.
મુંબઈ- પેટ્રોલ 87.74 રૂપિયા અને ડીઝલો 76.86 રૂપિયા પ્રતિ લીટર છે.
કોલકાતા- પેટ્રોલ 82.59 રૂપિયા અને ડીઝલો 73.99 રૂપિયા પ્રતિ લીટર છે.
ચેન્નઈ- પેટ્રોલ 84.14 રૂપિયા અને ડીઝલો 75.95 રૂપિયા પ્રતિ લીટર છે.
@ આ નંબર પર મેસેજ કરી જાણો આજનો ભાવ…
પેટ્રોલ-ડીઝલના ભાવ રોજેરોજ બદલાતા રહે છે અને સવારે 6 વાગ્યે અપડેટ થઈ જાય છે. પેટ્રોલ-ડીઝલના રોજના ભાવ SMS કરીને પણ જાણી શકાય છે.
@ ઇન્ડિયન ઓઇલના ગ્રાહક RSP સાથે શહેરનો કોડ લખીને 9224992249 નંબર પર
@ બીપીસીએલ ગ્રાહક RSP લખીને 9223112222 નંબર પર મોકલીને જાણકારી મેળવી શકે છે.
@ એચપીસીએલ ગ્રાહક HPPrice લખીને 9222201122 નંબર પર મોકલીને ભાવ જાણી શકે છે.
@ આ આધારે પેટ્રોલ-ડીઝલના ભાવ થાય છે નક્કી…
વિદેશી કરન્સી દરોની સાથે આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડનો ભાવ શું છે, તેના આધારે રોજ પેટ્રોલ અને ડીઝલના ભાવમાં ફેરફાર થાય છે. પેટ્રોલ અને ડીઝલના ભાવમાં એક્સાઇઝ ડ્યૂટી, ડીલર કમીશન અને અન્ય ચીજો જોડ્યા બાદ આ ભાવ લગભગ બે ગણા થઈ જાય છે.
@ દરરોજ 6 વાગ્યે જાહેર થાય છે નવા રેટ
રોજ સવારે 6 વાગ્યે પેટ્રોલ અને ડીઝલના ભાવમાં ફરેફરા થાય છે. સવારે 6 વાગ્યાથી નવા ભાવ લાગુ થયા છે.