સરકારી ઓઇલ કંપનીઓએ આજે સતત બીજા દિવસે પેટ્રોલ અને ડીઝલના ભાવમાં ઘટાડો કર્યો છે. આજે ડીઝલ 20 પૈસા અને પેટ્રોલ 21 પૈસા સસ્તું થયું છે.
આ ભાવ ઘટાડા બાદ દિલ્હીમાં પેટ્રોલની કિંમત 90.78 રૂપિયા અને ડીઝલની કિંમત પ્રતિ લિટર 81.10 રૂપિયા થઇ છે.
મુંબઈમાં પેટ્રોલની કિંમત 97.19 રૂપિયા છે અને ડીઝલની કિંમત પ્રતિ લિટર 88.20 થઇ છે
આમ છેલ્લા બે દિવસમાં પેટ્રોલ 39 પૈસા અને ડીઝલ 37 પૈસા સસ્તું થયું છે.