Site icon News Continuous Bureau | Mumbai

કોરોના વાયરસની બીજી લહેરની ઘાતક અસર ઇંધણ કંપનીઓ પર પડી, પેટ્રોલના વેચાણમાં થયો ઘટાડો

ન્યુઝ કંટીન્યૂઝ બ્યુરો

મુંબઈ, 03 મે 2021

Join Our WhatsApp Channel

સોમવાર

ભારતમાં કોરોના વાયરસ ની બીજી લહેર વધુ ઘાતક સાબિત થઈ રહી છે.  જેના કારણે અર્થતંત્રની ગતિ પણ ધીમી પડી છે.  આ વાતનો અંદાજ ઈંધણના વેચાણના આંક પરથી લગાવી શકાય છે. એપ્રિલ મહિનામાં પેટ્રોલના વેચાણમાં સાત ટકાનો ઘટાડો નોંધાયો છે. જે ગત વર્ષના ઓગસ્ટ બાદ ઓછું રહ્યું છે.

નોંધનીય છે કે હાલ દેશમાં કોરોના વાયરસનું સંક્ર્મણ ખુબ જ વધારે છે. રોજ દેશમાં 3 લાખથી વધુ કોરોના ના નવા કેસ નોંધાઈ રહ્યા છે. આ કોરોના સંક્ર્મણને રોકવા વિવિધ રાજ્યોએ સંપૂર્ણથી લઈ આંશિક લોકડાઉન લગાવ્યું છે. જેના કારણે એપ્રિલમાં ઇંધણની માંગમાં ઘટાડો થયો છે.

ગોઝારો બનાવ : ઓક્સિજન ની‌ તાણ ને કારણે કર્ણાટકના હોસ્પિટલમાં 24 કોરોના દર્દીના મોત

ભારત પેટ્રોલિયમ કોર્પોરેશન લિમિટેડના માર્કેટિંગ અને રિફાઈનરીના ડાયરેક્ટરના જણાવ્યા મુજબ એપ્રિલ 2021માં ઈંધણની કુલ માંગ એપ્રિલ 2020ની સરખામણીએ સાત ટકા ઘટી છે એટલે કે આ વર્ષે એપ્રિલમાં પેટ્રોલનું કુલ વેચાણ 21.4 લાખ ટન થયું હતું. 

Rupee All Time Low RBI Actions રૂપિયો રેકોર્ડ તળિયે પહોંચતાં રિઝર્વ બેંક એક્શનમાં કેશ રિઝર્વ અને હેજિંગના 4 નવા કડક નિયમો લાગુ
SBI Ordered To Refund 135 Lakh ખાતામાંથી પૈસા કપાયા પણ ન આવ્યો SMS એલર્ટ SBI ને ₹1.35 લાખ 9% વ્યાજ સહિત પરત કરવાનો ગ્રાહક અદાલતનો આદેશ
Dear Prime Minister Ambani “ડિયર પ્રાઇમ મિનિસ્ટર અંબાણી” એલોન મસ્કે સ્ટારલિંકના વિવાદમાં મુકેશ અંબાણી પર કર્યો આકરો કટાક્ષ
Gold Silver Price Jump રોકાણકારોની ચાંદી જ ચાંદી! MCX પર સોનાચાંદીના ભાવ રોકેટ બન્યા જાણો લેટેસ્ટ ભાવ
Exit mobile version