News Continuous Bureau | Mumbai
તાવ અને દુખાવો માટેની દવા બનાવતી જાણીતી કંપનીએ(pharmaceutical company) એક જ મહિનામાં 405 કરોડ રૂપિયાનો વેપાર(Business) કર્યો છે. પોતાનો વેપાર વધારવા માટે જોકે તેમણે આચરેલી નીતિ હવે સરકારના ટેક્સ ડિપાર્ટમેન્ટના(Tax Department) આંખે ચઢી ગઈ છે. તેથી કંપની પર છાપા મારવાથી લઈને અન્ય કાર્યવાહીની સાથે જ તેને તપાસનો સામનો કરવાની નોબત આવી ગઈ છે. આ કંપનીએ પોતાનો બિઝનેસ વધારવા માટે ડોકટરોને એક હજાર કરોડ રૂપિયાથી વધુની મોંઘી ગિફ્ટ આપી હોવાનો આરોપ છે.
દવા બનાવનારી આ કંપનીએ 2020ની સરખામણીમાં એક મહિનામાં કંપનીમાં વેચાણમાં 205 કરોડ રૂપિયાથી વધુનો વધારો થયો છે. કંપની પર સેન્ટ્રલ બોર્ડ ઓફ ડાયરેક્ટ ટેક્સ (CBDT) એ આરોપ કર્યો છે કે બ્રાન્ડના પ્રચાર(Brand promotion), પ્રસાર અને પ્રોપેગેંડા(Propaganda) અને ડોકટરોને મેડિકલ પ્રોફેશનલ્સની(Medical Professionals) ભેટ આપવા માટે કંપનીએ એક હજાર કરોડ રૂપિયાનો ખર્ચ કર્યો છે.
આ સમાચાર પણ વાંચો : નોન બ્રાન્ડેડ વસ્તુઓ પર 5 ટકા GSTના વિરોધમાં દેશભરના વેપારીઓમાં આક્રોશ-સરકારને આપી દીધી આ ચીમકી
CBDT હવે આ કંપનીના દસ્તાવેજો અને ડિજિટલ દસ્તાવેજો(Digital documents) તપાસી રહી છે કે કયાં કયાં આર્થિક અનૈતિકતા(Economic immorality) આચરવામાં આવી છે. એ સિવાય છાપામારીમાં પણ મળેલા દસ્તાવેજો તપાસી રહી છે. કંપનીએ દવાના પ્રમોશન(Drug promotion) પર જે રકમ ખર્ચી છે તે કયા રૂપમાં આપવામાં આવી તેની પણ તપાસ કરી રહી છે. CBDT તપાસ બાદ તેની સૂચના નેશનલ મેડિકલ કમિશનને(National Medical Commission) આપશે.