News Continuous Bureau | Mumbai
કન્સ્ટ્રક્શન અને સ્પેશ્યાલિટી કેમિકલ્સની અગ્રણી ઉત્પાદક પીડિલાઇટ ઇન્ડસ્ટ્રીઝે આજે જણાવ્યું હતું કે, તેનાં ઓનલાઇન ડીલર એપ્લિકેશન જેનીએ FY22-23 માટે રૂ. 1,000 કરોડથી વધુ વેચાણનું સીમાચિહ્ન હાંસલ કર્યું છે. આકર્ષક વૃધ્ધિ દર સાથે પિડિલાઇટે FY23માં એકંદર બિઝનેસમાં 14 ટકા પ્રદાન કર્યું છે.
પીડિલાઇટ ઇન્ડસ્ટ્રીઝના ડેપ્યુટી એમડી સુધાંશુ વત્સે જણાવ્યું હતું કે, “પીડિલાઇટમાં અમારી ટોચની પ્રાથમિકતા અમારા ડિલર્સને તેમનાં વેપારનાં લક્ષ્યાંકો હાંસલ કરવા સશક્તિકરણ કરવાની અને તેમને ટેકો આપવાની છે. રિટેલર્સ ડિજિટલ હરણફાળ ભરે તે માટે અમે પીડિલાઇટ જેની નામની પહેલ શરૂ કરી છે. અમને એ જણાવતા ગૌરવ થાય છે કે જેનીએ ટૂંકા સમય ગાળામાં નોંધપાત્ર પ્રગતિ કરી છે. લોંચ થયું ત્યારથી અત્યાર સુધી આશરે પાંચ લાખ ડિલર્સે પીડિલાઇટ જેની ઇન્સ્ટોલ કરી છે અને 18 લાખથી વધુ ઓર્ડર મેળવ્યા છે. અમારા ડિલર્સની સતત બદલાતી જતી જરૂરિયાતને પહોંચી વળવા અમે પ્લેટફોર્મમાં સતત સુધારો કરી રહ્યા છીએ અને અમને વિશ્વાસ છે કે પીડિલાઇટ જેનીમાં નજીકનાં ભવિષ્યમાં તમામ પ્લેસમેન્ટ્સ માટે ગો-ટુ-પ્લેટફોર્મ બનવાની ક્ષમતા છે.
આ સમાચાર પણ વાંચો: Adhik Maas: 19 વર્ષ પછી બની રહ્યો છે દુર્લભ સંયોગ! 5 મહિનાનો ચાતુર્માસ, આ વર્ષે 8 શ્રાવણના સોમવાર, બે મહિના સુધી રહેશે મહાદેવની કૃપા
યુઝર-ફ્રેન્ડલી ઇન્ટરફેસ સાથે ડિઝાઇલ કરેલી પીડિલાઇટ જેની ડિલર્સ માટે માત્ર ગણતરીનાં ક્લિક કરીને પીડિલાઇટની પ્રોડક્ટ રેન્જમાંથી ઓર્ડર આપવા માટે વન-સ્ટોપ ઓનલાઇન પ્લેટફોર્મ તરીકે કાર્ય કરે છે. એપની ઇન્ટેલિજન્ટ ટેકનોલોજી ઓર્ડર પ્રોસેસ સુગમ કરે છે, જેને કારણે રીઓર્ડરનાં આધારે અગાઉની ખરીદી કરવી સરળ બની જાય છે અને ડિલરની ખરીદીની પેટર્નનાં આધારે ડિલની ભલામણ કરે છે. ડિલર્સ વર્તમાન સ્કીમ પણ જોઇ શકે છે, લોયલ્ટી પર્ફોમન્સ ટ્રેક કરી શકે છે અને ભાવિ ખરીદી સામે સ્કીમ રિવોર્ડ રિડીમ કરી શકે છે.
પીડિલાઇટ જેની આંતરરાષ્ટ્રીય બજારોમાં લોંચ કરીને તેનો યુઝર બેઝ અનેક ગણો વધારવા માંગે છે અને ડિલર્સ તેમનાં વેપારની સંપૂર્ણ ક્ષમતાઓનો ઉપયોગ કરે તે માટે પીડિલાઇટના સમગ્ર પ્રોડક્ટ પોર્ટફોલિયો અને સેવાઓનું વિસ્તરણ કરી રહી છે. પીડિલાઇટ જેની નવાં રોમાંચક ફીચર્સ પણ ઉમેરશે, જેમાં મલ્ટીલિન્ગ્યુઅલ ઇન્ટરફેસ, કસ્ટમાઇઝ્ડ ઇન-એપ ઇન્ટરએક્શન્સ, વોઇસ-ટુ-ટેક્સ્ટ ફન્ક્શનાલિટી, ઓર્ડર જર્ની (ઓર્ડર સ્ટેટસ)નો સમાવેશ થાય છે. આને કારણે ડિલર્સને તેમની કામગીરી સક્રિય રીતે ટ્રેક કરવામાં અને પ્લાન કરવામાં મદદ મળે છે. પીડિલાઇટ જેનીમાં સતત સુધારા ચાલુ છે ત્યારે તે ડિલર્સ માટે 24x7x365 ડિજિટલ આસિસ્ટન્ટ બનવાનો ધ્યેય ધરાવે છે અને જેનીને ઓર્ડર પ્લેસમેન્ટ માટેનું પ્રાથમિક માધ્યમ બનાવવાનો પ્રયત્ન છે. નવો રોડમેપ તૈયાર છે ત્યારે પીડિલાઇટ જેની ભવિષ્યમાં તેની વૃધ્ધિ જાળવી રાખવા માટે સુસજ્જ છે.