ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 12 નવેમ્બર, 2021
શુક્રવાર
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (RBI)ની બે નવી યોજનાઓ લોન્ચ કરી છે. આ RBI રિટેલ ડાયરેક્ટ સ્કીમ અને રિઝર્વ બેંક ઈન્ટિગ્રેટેડ ઓમ્બડ્સમેન સ્કીમ છે. RBI રિટેલ ડાયરેક્ટ સ્કીમ હેઠળ રિટેલ રોકાણકારો સરકારી સિક્યોરિટીઝમાં રોકાણ કરી શકશે. આનાથી તેમને ભારત સરકાર અને રાજ્ય સરકારો દ્વારા જારી કરવામાં આવેલી સિક્યોરિટીઝમાં સીધા રોકાણ કરવા માટે એક નવું માધ્યમ મળશે.
આ સ્કીમ હેઠળ, રોકાણકારો આરબીઆઈ સાથે સરળતાથી સરકારી સિક્યોરિટીઝ એકાઉન્ટ સરળતાથી ઓનલાઈન અને મફતમાં ખોલી શકે છે. જ્યારે રિઝર્વ બેંક-ઈન્ટિગ્રેટેડ ઓંબ્ડસ્મૈન સ્કીમનો ઉદ્દેશ્ય આરબીઆઈ દ્વારા રેગ્યુલેટેડ એકમો વિરૂદ્ધ ગ્રાહકોની ફરિયાદોના સમાધાનની વધુ સારી વ્યવસ્થા મળશે.
આ લોન્ચીંગમાં પીએમ મોદીએ કહ્યું કે, મહામારી દરમિયાન આરબીઆઈએ પ્રશંસનીય કામ કર્યું છે. સામાન્ય લોકોની સુવિધા વધારવા માટે RBIએ ઘણા પગલાં લીધાં છે. દેશના વિકાસમાં RBI ખૂબ જ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. વધુમાં તેમણે કહ્યું કે આ નવી યોજનાઓને કારણે દેશમાં રોકાણનો વિસ્તાર વધશે. કેપિટલ માર્કેટમાં પ્રવેશ વધુ સરળ અને સુરક્ષિત બનશે. આનાથી સરકારી સિક્યોરિટીઝમાં રોકાણ કરવાની રીત સરળ અને સલામત બનશે. જેમા રોકાણકારોને વધુ સરળતા રહેશે અને તેમની સુરક્ષા પણ બની રહેશે. લોકોને હવે સુરક્ષિત રોકાણનો વધુ એક વિકલ્પ મલી ગયો છે. જેમાં લોકો હવે ગર્વમેન્ટ સિક્યોરિટીમાં સરળતાથી રોકાણ કરી શકશે.
આ પ્રસંગે ભારતીય રિઝર્વ બેંકના ગવર્નર શક્તિકાંત દાસ, નાણા મંત્રી નિર્મલા સીતારમણ, કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવ પણ હાજર રહ્યા હતા. લોન્ચિંગ સમયે, નાણાં પ્રધાન નિર્મલા સીતારમણે કહ્યું કે મહામારી દરમિયાન રિઝર્વ બેંકે જે રીતે નાણા મંત્રાલય સાથે મળીને કામ કર્યું તેઓ એ વાતની પ્રશંસા કરે છે.