News Continuous Bureau | Mumbai
દેશની સૌથી મોટી જાહેરક્ષેત્રની પંજાબ નેશનલ બેંકે(Punjab National Bank) ફિક્સ્ડ ડિપોઝિટ(Fixed Deposite) એટલે કે એફ.ડી.(FD) પરના વ્યાજદરો(interest rates)માં વધારો કર્યો છે. આ પહેલા પણ પીએનબી(PNB)એ તેના એફ.ડી.ના દરમાં વધારો કર્યો હતો. તમને જણાવી દઈએ કે રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા દ્વારા રેપો રેટમાં વધારા બાદ એક પછી એક બેંકે વ્યાજદરમાં વધારો કરવાનું શરૂ કરી દીધું છે.
લોન પરના વ્યાજ દરમાં વધારો કરવા ઉપરાંત બેંક ડિપોઝિટ પરના વ્યાજદર(Interest rates)માં પણ વધારો થયો છે. આનાથી રોકાણકારો માટે ફિક્સ્ડ ડિપોઝિટ (FD) કરવાનું આકર્ષક બન્યું છે. પીએનબીએ ૨ કરોડ રૂપિયાથી ઓછીની એફ.ડી. સ્કીમ પર વ્યાજ વધારવાની જાહેરાત કરી છે. વ્યાજના નવા દર ૨૦ જુલાઈ, ૨૦૨૨થી લાગુ થઈ ગયા છે.
આ સમાચાર પણ વાંચો : ભારતમાં કોરોના ગ્રાફ નીચે આવ્યો- ગત 24 કલાકમાં 14 હજારથી વધુ નવા કેસ આવ્યો સામે- જાણો તાજા આંકડા
પીએનબી બેંકે ૭ થી ૪૫ દિવસમાં પાકતી એફ.ડી. પર તેના વ્યાજ દરો ૩ ટકા પર સ્થિર રાખ્યા છે. ૪૬ થી ૯૦ દિવસમાં પાકતી એફ.ડી. પર ૩.૨૫ ટકા વ્યાજ ચૂકવશે. ૯૧ થી ૧૭૯ દિવસની વચ્ચે પાકતી એફ.ડી. પર ૪ ટકા વ્યાજ મળશે. ૧૮૦ દિવસ અને ૧ વર્ષથી ઓછી મુદતની પાકતી મુદત પર ૪.૫૦ ટકાના દરે વ્યાજ ચૂકવશે. બેંક ૧ વર્ષમાં પાકતી ફિક્સ્ડ ડિપોઝિટ પર ૫.૩૦ ટકાના વ્યાજ દર ઓફર કરવાનું ચાલુ રાખશે. બેંકે ૧ વર્ષથી વધુ અને ૧ વર્ષ સુધીની પાકતી એફ.ડી. પર વ્યાજ દરમાં ૧૫ બેસિસ પોઈન્ટનો વધારો કરીને ૫.૪૫ ટકા કર્યો છે. ૨ વર્ષથી વધુ અને ૩ વર્ષ સુધીની પાકતી થાપણો પર ૫.૫૦ ટકા વ્યાજ દર ચૂકવવાનું ચાલુ રાખશે. પીએનબીએ ૩ વર્ષથી વધુ અને ૫ વર્ષ સુધીની પાકતી થાપણો પર વ્યાજ દર ૦.૨૫ ટકા વધારીને ૫.૭૫ ટકા કર્યો છે. ૫ વર્ષથી વધુ અને ૧૦ વર્ષ સુધીની પાકતી એફ.ડી. પર વ્યાજ દર ૫.૬૦ ટકા હશે. પીએનબીએ ૧,૧૧૧ દિવસમાં પાકતી એફ.ડી.પર વ્યાજ દર ૦.૨૫ ટકાથી વધારીને ૫.૭૫ ટકા કર્યો છે.
આ સમાચાર પણ વાંચો : ગુજરાતમાં 13 વર્ષ પછી સૌથી મોટો લઠ્ઠાકાંડ- એક બાદ એક મોત- અનેક પરિવારમાં માતમ- આ જિલ્લામાં લઠ્ઠાકાંડમાં આટલા લોકોના મોત
નોંધનીય છે કે એસબીઆઈ(SBI), એક્સિસ બેંક(Axis Bank), ઇન્ડિયન ઓવરસીઝ બેંક(Indian Overseas Bank), પંજાબ એન્ડ સિંધ બેંક(Punjab and Sindh Bank), આઈડીબીઆઈ બેંકે(IDBI Bank) તેમના એફડી(FD) દરમાં વધારો કર્યો છે. આ દરો વધારવાની પ્રક્રિયા આરબીઆઈ(RBI) દ્વારા રેપો રેટ(Repo Rate) માં વધારા બાદ શરૂ થઈ છે. રિઝર્વ બેંકે મે અને જૂનમાં સળંગ બે મહિના માટે મુખ્ય દરોમાં ૦.૯ નો વધારો કર્યો હતો.