ફાયદાની વાત- આ સરકારી સ્કીમમાં ખાલી 50 રૂપિયા જમા કરાવો- મેચ્યોરિટી પર મળી શકે છે 35 લાખ રૂપિયા

News Continuous Bureau | Mumbai

શું આપ પણ એવી સ્કીમ(Scheme) શોધી રહ્યા છો, જ્યાં જોખમ બિલકુલ ન હોય. કોઈ પણ પ્રકારના ઉતાર ચડાવનો સામનો ન કરવો પડે, તો પોસ્ટ ઓફિસ(Post Office)ની સ્કીમ પસંદ કરી શકશો. આવી જ એક સ્કીમ છે રૂરલ પોસ્ટલ લાઈફ ઈન્શ્યોરન્સ(Rural Postal Life Insurance) અંતર્ગત કેટલીય સ્કીમો લોન્ચ થયેલી છે. તેમાંથી એક છે ગ્રામ સુરક્ષા યોજના(Village Security Scheme). આ સ્કીમમાં આપ દરરોજ 50 રૂપિયાનું રોકાણ કરીને 35 લાખ રૂપિયા સુધીની રકમ મેળવી શકશો.

Join Our WhatsApp Community

– જોઈ લો શું છે ગ્રામ સુરક્ષા યોજના

ગ્રામ સુરક્ષા યોજના(Village Security Scheme)માં રોકાણ કરનારા પુરા 35 લાખનો ફાયદો મેળવી શકે છે. આ સ્કીમની રકમ બોનસ(bonus) સાથે રોકાણ(Investment)ને 80 વર્ષની ઉંમરમાં મળે છે. જો રોકાણ કરનારા વ્યક્તિનું મૃત્યુ 80 વર્ષની ઉંમર પહેલા થઈ જાય છે, તો તેના નોમિની(Nominee)ને આ રકમ મળે છે. તેમાં 10,000 રૂપિયાથી લઈને 10 લાખ સુધીનું રોકાણ કરી શકશો. આપ તેના હપ્તા માસિક, ત્રિમાસિક અને વાર્ષિક અને છ માસિક ધોરણે ભરી શકશો. ઈંડિયા પોસ્ટ(India Post)ની વેબસાઈટ અનુસાર, રૂરલ પોસ્ટલ લાઈફ ઈન્શ્યોરન્સ પોલિસી(Rural Postal Life Insurance Policy) ભારતની ગ્રામ્ય જનતા માટે 1995માં લોન્ચ થઈ હતી.

આ સમાચાર પણ વાંચો :  શું તમને બેંક બેલેન્સ જાણવું છે- બેંક એકાઉન્ટ નંબર યાદ નથી- તો આ રીતે તપાસો

– બોનસ મળશે

આ સ્કીમમાં રોકાણ(invest) કરનારાઓને ચાર વર્ષ બાદ લોનની સુવિધા પણ મળે છે. જો કોઈ પોલિસીધારક(Policy Holder) તેને સરેન્ડર કરવા માંગે છે, તો પોલિસી શરૂ થવાની તારીખથી ત્રણ વર્ષ બાદ તે સરેન્ડર પણ કરી શકશે. આ સ્કીમમાં રોકાણ પર પાંચ વર્ષ બાદ બોનસનો લાભ પણ મળે છે.

– કેટલી મળશે રકમ

જો કોઈ પાત્ર વ્યક્તિ આ સ્કીમમાં દર મહિને 1500 રૂપિયા જમા કરાવશે, એટલે કે, ફક્ત રોજના 50 રૂપિયા ખર્ચ કરશે, તો આ સ્કીમ મેચ્યોર થવા પર આપને 35 લાખ રૂપિયા સુધીનું રિટર્ન મળી શકે છે.

 – ક્યારે મળે છે પુરી રકમ

એક રોકાણકાર(investors) 55 વર્ષના સમયગાળામાં મેચ્યોરિટી પર 31,60,000 રૂપિયા, 558 વર્ષની મેચ્યોરિટી પર 33,40,000 રૂપિયા અને 60 વર્ષમાં 34.60 લાખ રૂપિયા મળે છે. ગ્રામ સુરક્ષા યોજના અંતર્ગત 80 વર્ષની ઉંમર થવા પર સોંપી દીધી હતી. તો વળી જો વ્યક્તિનું મૃત્યુ થઈ જાય તો, આ પૈસા નોમિનીને આપવામા આવે છે.

આ સમાચાર પણ વાંચો : બિઝનેસ આઈડિયા- ફક્ત 850 રૂપિયાનું મશીન ખરીદીને આપ શાનદાર કમાણી કરી શકશો- ઘરે બેઠા શરુ કરો આ ધંધો

India Oman Trade Deal: ગલ્ફ દેશોમાં ભારતની મોટી એન્ટ્રી: ઓમાન સાથેની ડીલથી ખુલશે આરબ દેશોના વેપારના દરવાજા, જાણો ભારતને શું થશે ફાયદો?
Gold price: ચાંદીના ભાવમાં મોટો ઉછાળો, કિંમતોમાં જબરદસ્ત તેજી, જાણો મહાનગરોમાં 10 ગ્રામ સોનાનો ભાવ
Insurance sector 100% FDI: ઇન્શ્યોરન્સ સેક્ટરમાં મોટો ધડાકો! 100% FDI ને લીલી ઝંડી, જાણો તમારા પ્રીમિયમ અને ક્લેમ સેટલમેન્ટ પર શું થશે અસર.
Gold price: સોનાના ભાવ ધડામ રોકાણકારો માટે ખુશખબર, MCX પર ગોલ્ડ રેટમાં ઘટાડો, તમારા શહેરનો 10 ગ્રામ સોનાનો ભાવ અહીં જુઓ
Exit mobile version