News Continuous Bureau | Mumbai
જો તમે પણ પોસ્ટ ઓફિસ (Post Office) ના ગ્રાહક છો, તો તમારા માટે કામના સમાચાર છે. પોસ્ટ ઓફિસ તમને ખૂબ જ સારી સુવિધાઓ આપી રહી છે, તેથી જો તમને હજી સુધી તેના વિશે જાણ નથી, તો હવે જાણી લો. પોસ્ટ ઓફિસમાં નવો નિયમ લાગુ કરવામાં આવ્યો છે. આ અંતર્ગત હવે પોસ્ટ ઓફિસમાં એકાઉન્ટ(Account at Post Office) ધરાવતા ગ્રાહકો પણ ઇલેક્ટ્રોનિક ફંડ ટ્રાન્સફર કરી શકશે. વિભાગ દ્વારા જણાવવામાં આવ્યું છે કે પોસ્ટ ઓફિસ દ્વારા NEFT અને RTGS ની સુવિધા શરૂ કરવામાં આવી છે.
ગ્રાહકોને મળશે NEFT ની સુવિધા
પોસ્ટ ઓફિસ દ્વારા આપવામાં આવેલી માહિતી મુજબ પોસ્ટ ઓફિસમાં 18 મેથી NEFT ની સુવિધા શરૂ થઈ ગઈ છે, જ્યારે 31 મેથી RTGS ની સુવિધા પણ શરૂ કરવામાં આવી છે. એટલે કે હવે પોસ્ટ ઓફિસના ગ્રાહકોને પૈસા મોકલવાની સુવિધા મળશે. આ સાથે તેઓ અન્ય બેંકોની જેમ વધુ યુઝર ફ્રેન્ડલી બની રહ્યું છે. એટલું જ નહીં અમે આપને જણાવી દઈએ કે આ સુવિધા તમારા માટે 24×7×365 હશે.
આ સમાચાર પણ વાંચો: મુકેશ અંબાણીએ દુબઈમાં સૌથી મોંઘી હવેલી ખરીદી- ન્યૂયોર્કમાં પણ પ્રોપર્ટી શોધી રહ્યા છે
NEFT અને RTGS થી રૂપિયા મોકલવા માટે સરળ
આપને જણાવી દઈએ કે તમામ બેંકો NEFT અને RTGS ની સુવિધા આપે છે અને હવે પોસ્ટ ઓફિસ પણ આ સુવિધા આપી રહી છે. NEFT અને RTGS દ્વારા બીજા એકાઉન્ટમાં પૈસા મોકલવા ખૂબ જ સરળ બની જાય છે. આની મદદથી તમે ઝડપથી પૈસા ટ્રાન્સફર કરી શકો છો. હકીકતમાં તેઓ ઇલેક્ટ્રોનિક(Electronic) રીતે ફંડ ટ્રાન્સફર(Fund Transfer) કરી શકે છે. તેના માટે નિયમો અને શરતો પણ છે. NEFT માં પૈસા ટ્રાન્સફર કરવાની કોઈ મર્યાદા નથી, જ્યારે RTGS માં તમારે એક સમયે ઓછામાં ઓછા બે લાખ રૂપિયા મોકલવા પડશે.
જાણો કેટલો ચાર્જ લાગશે ?
તેના માટે તમારે કેટલાક ચાર્જ પણ ચૂકવવા પડશે. જો તમે NEFT કરો છો, તો તમારે આમાં 10 હજાર રૂપિયા સુધી 2.50 રૂપિયા + GST ચૂકવવો પડશે. 10 હજારથી 1 લાખ રૂપિયા સુધી 5 રૂપિયા + GST છે. તે જ સમયે 1 લાખથી 2 લાખ રૂપિયા સુધી, 15 રૂપિયા + GST અને 2 લાખથી વધુની રકમ માટે 25 રૂપિયા + GST ચૂકવવો પડશે.
આ સમાચાર પણ વાંચો: Multibagger Stock- દિવાળી પહેલા જ રોકેટ બન્યો આ શેર- બે વર્ષથી ઓછા સમયમાં જ 35 હજારને બનાવી દીધા 5 લાખ રૂપિયા