News Continuous Bureau | Mumbai
Post Office Time Deposit Scheme: દરેક લોકો પોતાની કમાણીથી ( earnings ) કંઈકને કંઈક સેવિંગ કરીને એવી જગ્યાઓ પર રોકાણ ( investment ) કરવા માંગે છે જ્યાં તેમની રકમ સુરક્ષિત રહેવાની સાથે જ તેને શાનદાર રિટર્ન મળી શકે. આ મામલામાં હવે પોસ્ટ ઓફિસ દ્વારા સંચાલિત સ્મોલ સેવિંગ સ્કીમ્સ ( Small Savings Schemes ) ખૂબ જ લોકપ્રિય સાબિત થઈ રહી છે. એવી જ એક સ્કીમ છે Post Office Time Deposit Scheme, જેમાં એક નક્કી સમયમાં રોકાણ કરેલી રકમ ડબલ થઈ જાય છે. તેના પર વ્યાજ ( interest ) પણ શાનદાર મળે છે.
પોતાની કમાણીને સુરક્ષિત ઈન્વેસ્ટ કરવા અને તેના પર સારૂ રિટર્ન મેળવવા માટે Post Office Saving Schemes સારો ઓપ્શન બની શકે છે. ત્યાં જ પોસ્ટ ઓફિસ ટાઈમ ડિપોઝિટ સ્કીમને ગ્રાહકોનો જબરદસ્ત રિસ્પોન્સ મળે છે.
કારણ કે આ સ્કીમ રોકાણકારના પૈસા ડબલ કરનાર બચત યોજના છે. તેમાં રોકાણ કરી તમને બેંકથી વધારે વ્યાજ મળે છે. સરકારની તરફથી આ યોજનામાં રોકાણ કરનાર વ્યક્તિને 7.5 ટકાના દરે વ્યાજ આપવામાં આવી રહ્યું છે. પોસ્ટ ઓફિસની આ સેવિંગ સ્કીમમાં રોકાણ અલગ અલગ ટેન્યોર માટે ઈન્વેસ્ટમેન્ટ કરી શકે છે. તેના હેઠળ 1 વર્ષ, 2 વર્ષ, 3 વર્ષ અને 5 વર્ષ માટે પૈસા જમા કરવામાં આવી શકે છે.
ટાઈમ ડિપોઝિટ સ્કીમમાં ( Time Deposit Scheme ) ગ્રાહકને ટેક્સ છૂટનો લાભ પણ..
એક વર્ષ માટે રોકાણ કરવા પર 6.9 ટકાનું વ્યાજ, 2 કે 3 વર્ષ માટે પૈસા રોકાણ કરવા પર 7 ટકાના દરથી અને 5 વર્ષ માટે પોસ્ટ ઓફિસની Time Deposit Scheme માં રોકાણ કરવા પર 7.5 ટકાનું વ્યાજ મળે છે. જોકે ગ્રાહકનું રોકાણ ડબલ કરવામાં પાંચ વર્ષથી વધારે સમય લાગી શકે છે.
આ સમાચાર પણ વાંચો : Israel vs Hamas war: રશિયામાં પેલેસ્ટિની સમર્થકોએ એરપોર્ટ પર જમાવ્યો કબજો…. ઈઝરાયલીઓ પર હુમલો થતાં એરપોર્ટ બંધ.. જાણો શું છેે આ મામલો..
પોસ્ટ ઓફિસ ટાઈમ ડિપોઝિટમાં રોકાણકારના પૈસા ડબલ થવાનું કેલક્યુલેશન જોઈએ તો, માની લો કે પાંચ વર્ષ માટે ગ્રાહક 5 લાખ રૂપિયાનું રોકાણ કરે છે અને તેના પર તેને 7.5 ટકાના દરે વ્યાજ મળે છે તો આ સમયમાં તેની જમા રાશિ પર 2,24,974 રૂપિયાનું વ્યાજ મળશે અને રોકાણની રકમ મળીને કુલ મેચ્યોરિટીની રકમ વધીને 7,24,974 રૂપિયા થઈ જશે. ત્યાં જ જો તમે ટાઈમ ડિપોઝિટ સ્કીમમાં લગાવેલા પૈસા 9.6 વર્ષ સુધી રોકાણ કરી રાખો છો તો જમા રકમના ડબલ પૈસા મળશે.
ટાઈમ ડિપોઝિટ સ્કીમમાં આવરવેરા વિભાગ એક્ટ 1961ના સેક્શન 80C હેઠળ ગ્રાહકને ટેક્સ છૂટનો લાભ પણ આપવામાં આવે છે આ સેવિંગ સ્કીમમાં સિંગલ એકાઉન્ટ કે જોઈન્ટ એકાઉન્ટ ખોલાવી શકો છો. 10 વર્ષથી વધારે આયુના બાળકનું એકાઉન્ટ તેના પરિજન માટે ખોલી શકાય છે. તેમાં ઓછામાં ઓછા 1,000 રૂપિયાથી ખાતુ ખોલાવી શકાય છે. જેમાં વાર્ષીક આધાર પર વ્યાજના પૈસા જોડાય છે.
Disclaimer : ઉપરોક્ત તમામ વિગતો રોકાણ સલાહકારની મુજબ છે. આ અમારા પોતાના મંતવ્યો નથી તેથી કોઈપણ જોખમો માટે અમે જવાબદાર રહેશુ નહી…રોકાણ કરતા પહેલા રોકાણ સલાહકારની સલાહ જરુરથી લેવા વિનંતી..