News Continuous Bureau | Mumbai
અત્યંત ગરીબ(extremely poor)ની વ્યાખ્યા કરવી હોય તો કઈ રીતે કરી શકાય? વર્લ્ડ બેંકે(world bank) અત્યંત ગરીબની નવી વ્યાખ્યા બહાર પાડી છે જે મુજબ જાે કોઈ વ્યક્તિ રોજના ૧૬૭ રૂપિયા (૨.૧૫ ડોલર) કરતા ઓછા કમાય તો તેને અત્યંત ગરીબ(poor) ગણવામાં આવશે. અત્યંત ગરીબ માટે આ નવો માપદંડ(New Criteria) છે. આ અગાઉ જે વ્યક્તિ ૧૪૭ રૂપિયા કે તેથી ઓછું કમાણી કરતો હોય તેને અત્યંત ગરીબ(extremely poor)ની શ્રેણીમાં માનવામાં આવતો હતો. અત્રે ખાસ જણાવવાનું કે સમયાંતરે મોંઘવારી(Inflation), જરૂરી ખર્ચામાં વૃદ્ધિ સહિત અને માપદંડોના આધારે ગરીબી રેખાના આંકડામાં ફેરફાર થતો રહે છે.
વર્લ્ડ બેંક અત્યંત ગરીબનો આ નવો માપદંડ ચાલુ વર્ષના અંત સુધીમાં લાગૂ કરશે. હાલના સમયમાં વર્ષ ૨૦૧૫ના આંકડાના આધારે સમીક્ષા થાય છે જ્યારે આ દરમિયાન અનેક વસ્તુઓમાં ફેરફાર આવેલો છે. પણ વર્ષ ૨૦૧૭ના આંકડાનો ઉપયોગ કરીને હવે નવી વૈશ્વિક ગરીબી રેખા નિર્ધારિત કરાઈ છે.
આ સમાચાર પણ વાંચો : મોંધવારીનો વધુ એક માર- રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાના આ નિર્ણયથી લોન હજી થશે મોંઘી- જાણો વિગતે
આ નવા માપદંડ(new Criteria)ને જો ધ્યાનમાં લઈએ તો હવે જે વ્યક્તિ રોજિંદુ ૨.૧૫ ડોલર પ્રતિદિનથી પણ ઓછું કમાણી કરતો હોય તો તેને અત્યંત ગરીબ શ્રેણી(extremely poor)માં ગણી શકાય. ૨૦૧૭માં વૈશ્વિક સ્તરે આ શ્રેણીમાં ૭૦ કરોડ લોકો હતા જ્યારે હાલના સમયને જોતા હવે તેમાં નોંધપાત્ર વધારો થઈ શકે છે. આંતરરાષ્ટ્રીય ગરીબી રેખામાં વધારો દુનિયાના અન્ય ભાગોની સરખામણીમાં ૨૦૧૧ અને ૨૦૧૭ વચ્ચે ઓછી આવકવાળા દેશોમાં પાયાની જરૂરિયાતના ભોજન(food), કપડાં(cloth) અને મકાન(house)ની જરૂરીયાતમાં વધારો દર્શાવ છે. સરળ શબ્દોમાં કહેવું હોય તો એમ કહી શકાય કે ૨૦૧૧ના સમયમાં ૧.૯૦ ડોલરનું જે મૂલ્ય હતું તે જ મૂલ્ય ૨૦૧૭માં ૨.૧૫ ડોલરનું છે.
હવે જાે ભારતની વાત કરીએ તો અહીં બીપીએલ(BPL) (ગરીબી રેખા નીચે)ની સ્થિતિમાં ૨૦૧૧ની સરખામણીમાં ૨૦૧૯માં ૧૨.૩ ટકાનો ઘટાડો આવ્યો છે. જેનું કારણ ગ્રામીણ ગરીબી(rural poverty)માં ઘટાડો છે એટલે કે ત્યાં આવક વધી છે. ગ્રામીણ વિસ્તારોમાં જોઈએ તો ઝડપથી ઘટાડાની સાથે ત્યાં અત્યંત ગરીબોની સંખ્યા વર્ષ ૨૦૧૯માં ઘટીને અડધી થઈ ૧૦.૨ ટકા થઈ. જ્યારે વર્ષ ૨૦૧૧માં તે ૨૨.૫ ટકા હતી. જાે કે તેમાં બીપીએલ(BPL) માટે વર્લ્ડ બેંક(world bank)નો દૈનિક ૧.૯૦ ડોલર કમાણીનો આધાર ગણવામાં આવ્યો છે. આંકડા મુજબ નાના ખેડૂતો(small farmers)ની આવકમાં વધારો થયો છે.
આ સમાચાર પણ વાંચો : શું ચલણી નોટો પર રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીના બદલે ટાગોર કે કલામનો ફોટો મુકાશે- RBIએ કર્યો આ ખુલાસો-જાણો શું કહ્યું