News Continuous Bureau | Mumbai
PPF Investment : નિવૃત્તિ પછી તમને પ્રતિ મહિના ₹60,989 પેન્શન મળી શકે છે તે પણ ટેક્સ ફ્રી. PPF એક સરકારી યોજના છે, જે તમને વૃદ્ધાવસ્થામાં ફાયદાકારક થઈ શકે છે. પ્રોવિડન્ટ ફંડ એકાઉન્ટ (Public Provident Fund Account – PPF) એટલે કે પ્રોવિડન્ટ ફંડ ખાતા વિશે દરેકે ક્યારેક તો સાંભળ્યું જ હશે. ઘણા લોકોએ આ હેઠળ ખાતું પણ ખોલ્યું હશે. PPF ખાતું સુરક્ષિત ભવિષ્ય માટે બચત કરવાની અને ટેક્સ ફ્રી રહેલી કેન્દ્ર સરકારની સૌથી લોકપ્રિય નાની બચત યોજનાઓમાંની એક છે. નિયમિતપણે, સતત રોકાણ કરવાથી નિવૃત્તિ સમયે તમે કરોડપતિ બની શકો છો.
PPF Investment : PPF ખાતું કેવી રીતે ખોલશો અને ક્યાં?
સરકારની અત્યંત લોકપ્રિય બચત યોજના PPF માં, કોઈપણ ભારતીય કોઈપણ પોસ્ટ ઓફિસ અથવા કોઈપણ બેંકની કોઈપણ શાખામાં જઈને ખાતું ખોલી શકે છે. જેમાં ખાતેદારને દરેક નાણાકીય વર્ષમાં (1 એપ્રિલથી 31 માર્ચ) ઓછામાં ઓછા ₹500 અને વધુમાં વધુ ₹1,50,000 જમા કરાવી શકાય છે. EEE કેટેગરીની આ યોજનામાં PPF માં ક્યારેય કોઈ ટેક્સ લાગતો નથી
આ સમાચાર પણ વાંચો : Maharashtra Govt Bangladeshi Workers : મહારાષ્ટ્ર સરકારે બિલ્ડરોને બાંગ્લાદેશી કામદારોને ન રાખવા આદેશ આપ્યો
PPF Investment : PPF ખાતાથી 25 વર્ષમાં કરોડપતિ કેવી રીતે બનશો?
નિવૃત્તિ પછી દર મહિને લગભગ ₹61,000 પેન્શનની વ્યવસ્થા કેવી રીતે કરી શકાય? જો તમારી ઉંમર 35 વર્ષ છે અને તમે આ નાણાકીય વર્ષની શરૂઆતમાં PPF ખાતું ખોલ્યું અને ₹1,50,000 જમા કર્યા, તો આગામી વર્ષના 31 માર્ચે તમારા PPF ખાતામાં ₹10,650 વ્યાજ તરીકે ઉમેરાશે. હાલમાં કેન્દ્ર સરકાર PPF ના રોકાણ પર 7.1% વ્યાજ આપે છે. PPF ખાતામાં દર વર્ષે જમા કરાવેલી રકમ પર આવકવેરામાં છૂટ મળે છે. ઉપરાંત, મેચ્યુરિટી સમયે મળતી રકમ પર પણ ટેક્સ લાગતો નથી. આ વ્યાજને કારણે આગામી નાણાકીય વર્ષના પ્રથમ દિવસે એટલે કે 1 એપ્રિલ 2025ના રોજ તમારા PPF ખાતામાં ₹1,60,650 રકમ દેખાશે. જે નવા નાણાકીય વર્ષમાં 5 એપ્રિલ પહેલાં જમા કરાવવાથી ₹1,50,000 થી ₹3,10,650 થશે. ત્યારબાદ 31 માર્ચ 2026ના રોજ, આ રકમ પર ₹22,056 વ્યાજ મળશે અને ₹3,32,706 બેલેન્સ રહેશે. આ રીતે 15 વર્ષ સુધી સતત રોકાણ કરવાથી તમને નિવૃત્તિ પછી દર મહિને 61000 રુપીયા મળી શકશે.
(ડિસ્ક્લેમરઃ અહીં રજૂ કરવામાં આવેલી માહિતી અન્ય મિડીયા પ્લેટફોર્મ પર પણ ઉપલબ્ધ છે તેમજ તેની સત્યતા સંદર્ભે અમે કોઈ દાવો કરતા નથી. કોઈપણ રોકાણ કરતા પહેલા ફાઈનાન્શિયલ એડવાઈઝરની સલાહ ચોક્કસ લો.)