News Continuous Bureau | Mumbai
જો તમે પણ સરકાર દ્વારા ચલાવવામાં આવતી નાની બચત યોજનાઓ પીપીએફ (PPF), સુકન્યા સમૃદ્ધિ યોજના (Sukanya Samriddhi Yojana), એનપીએસ અથવા કિસાન વિકાસ પત્ર વગેરેમાં રોકાણ કરો છો, તો આ સમાચાર તમને રાહત આપશે.
મળતી માહિતી મુજબ સરકાર તરફથી 30 સપ્ટેમ્બરના રોજ સુકન્યા સમૃદ્ધિ યોજના (SSY) અને PPF ના વ્યાજ દરમાં ફેરફાર કરી શકે છે. વ્યાજ દર વધવાનો લાભ નાની બચત યોજનાઓ (Small Savings Scheme) માં રોકાણ કરતા રોકાણકારોને થશે.
1 ઓક્ટોબર 2022થી લાગૂ થશે ફેરફાર
ફુગાવાના સ્તર (Inflation) ને ઘટાડવા માટે ગત દિવસોમાં આરબીઆઈ દ્વારા રેપો રેટમાં વધારો કરવામાં આવ્યો હતો. બેંકો તરફથી વ્યાજ દરમાં વધારો થવાને કારણે સપ્ટેમ્બર ક્વાર્ટરમાં બચત યોજનાઓ પર વધુ વ્યાજ મળવાની અપેક્ષા છે. વ્યાજ દરમાં કરવામાં આવેલા ફેરફારને 1 ઓક્ટોબર 2022થી લાગુ કરવામાં આવશે. આરબીઆઈએ ત્રણ વખત રેપો રેટમાં 1.40 ટકાનો વધારો કર્યો છે.
આ સમાચાર પણ વાંચો : જે મુંબઈ મહાનગરપાલિકાના દમ પર શિવસેના કુદકા મારતી હતી તે પાલિકાએ જ ઉદ્ધવ ઠાકરેને જોરદાર ઝટકો આપ્યો- દશેરા ની મહાસભા માટેની પરવાનગી નકારી- જાણો વિગતે
આ દિવસે થશે વ્યાજ દરની સમીક્ષા
વ્યાજ દરની સમીક્ષા માટે માત્ર 10 દિવસ બાકી છે. 30 સપ્ટેમ્બરના રોજ નાની બચત યોજનાઓ પરના વ્યાજની સમીક્ષા કરવામાં આવશે. આ સમીક્ષા ઓક્ટોબરથી ડિસેમ્બર 2022ના ત્રિમાસિક ગાળા માટે થવાની છે. મળતી માહિતી મુજબ વ્યાજ દરમાં 60 થી 70 બેસિસ પોઈન્ટનો વધારો થઈ શકે છે. સ્મોલ સેવિંગ્સ સ્કીમ (Small Savings Scheme) ના વ્યાજ દરમાં લાંબા સમયથી કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી.
વ્યાજ દરમાં કેમ ફેરફાર થશે?
આરબીઆઈ (RBI) એ મે મહિનાથી રેપો રેટમાં ત્રણ વખત વધારો કર્યો છે. હાલમાં તે 5.4 ટકા પર ચાલી રહ્યો છે. રેપો રેટમાં ફરી એકવાર વધારો થવાની ધારણા છે. સપ્ટેમ્બરના અંતિમ સપ્તાહ અથવા ઓક્ટોબરના પ્રથમ સપ્તાહમાં રેપો રેટમાં ફરી 25 થી 35 બેસિસ પોઈન્ટનો વધારો થઈ શકે છે. પરંતુ સરકારે બચત યોજનાઓના વ્યાજમાં કોઈ ફેરફાર કર્યો નથી. આવી સ્થિતિમાં આશા છે કે આ વખતે સરકાર નાની બચત યોજનાઓ પર વ્યાજ વધારશે.
આ સમાચાર પણ વાંચો : ઘાટકોપરમાં મોબાઈલ ફોન ચાર્જ કરવાને કારણે થયો વિચિત્ર અકસ્માત- ટેક્સી ચાલકે એક સાથે 7 લોકોને મારી દીધી ટક્કર- જુઓ વિડીયો
દર ત્રણ મહિનામાં થાય છે બચત યોજનાની સમીક્ષા
દર ત્રણ મહિને સરકાર દ્વારા નાની બચત યોજનાઓની સમીક્ષા કરવામાં આવે છે. આ સમીક્ષા દરમિયાન વ્યાજ દરમાં વધારો, ઘટાડો અથવા સ્થિર રાખવાનો નિર્ણય લેવામાં આવે છે. નાણાં મંત્રાલય (Finance Ministry) આ વ્યાજ દરને વધારવા અથવા ઘટાડવા પર નિર્ણય લે છે.સૌથી વધુ વ્યાજ સુકન્યા સમૃદ્ધિ યોજના પરહાલમાં પીપીએફ (PPF) પર વાર્ષિક 7.1 ટકાના દરે વ્યાજ મળે છે.
આ સિવાય સુકન્યા સમૃદ્ધિ યોજના (SSY) માં રોકાણ કરનારાઓને 7.6 ટકા વાર્ષિક રિટર્ન આપવામાં આવે છે. જો આપણે નેશનલ સેવિંગ્સ રિકરિંગ ડિપોઝિટ એકાઉન્ટ વિશે વાત કરીએ તો તે 5.8 ટકા રિટર્ન આપે છે. કિસાન વિકાસ પત્ર પર વ્યાજનો દર 6.9 ટકા છે.