Site icon

પેન્શન સ્કીમ / બજેટ પહેલા પરિણીત લોકો આ યોજનામાં કરી દે અરજી, દર મહિને મળશે 8 હજાર રૂપિયા

જો તમારે દર મહિને સારું પેન્શન મેળવવું હોય તો કેન્દ્ર સરકારની આ યોજનામાં આજે જ અરજી કરવી જોઈએ. આ સ્કીમ હેઠળ, તમને દર મહિને એક નિશ્ચિત રકમમાં ગેરેન્ટેડ પેન્શન આપવામાં આવશે.

Pradhan Mantri Vaya Vandana Yojana-Married people apply in this scheme

પેન્શન સ્કીમ / બજેટ પહેલા પરિણીત લોકો આ યોજનામાં કરી દે અરજી, દર મહિને મળશે 8 હજાર રૂપિયા

News Continuous Bureau | Mumbai

Modi Government PMVVY Scheme: જો તમારે દર મહિને સારું પેન્શન મેળવવું હોય તો કેન્દ્ર સરકારની આ યોજનામાં આજે જ અરજી કરવી જોઈએ. આ સ્કીમ હેઠળ, તમને દર મહિને એક નિશ્ચિત રકમમાં ગેરેન્ટેડ પેન્શન આપવામાં આવશે. આપને જણાવી દઈએ કે આ યોજના માટે અરજી કરવાની છેલ્લી તારીખ 31 માર્ચ 2023 છે. આવી સ્થિતિમાં તમારી પાસે થોડા જ દિવસો બાકી છે. આ યોજનાનું નામ છે પ્રધાનમંત્રી વય વંદના યોજના (Pradhan Mantri Vaya Vandana Yojana) . આ યોજનામાં રોકાણ કરવા માટે, તમારી લઘુત્તમ ઉંમર 60 વર્ષ હોવી જોઈએ. જાણો આ સ્કીમની ખાસિયત.

Join Our WhatsApp Community

આ યોજના વિશે જાણી લો

પ્રધાનમંત્રી વય વંદના યોજના (Pradhan Mantri Vaya Vandana Yojana) દ્વારા, સરકાર લોકોને પેન્શનની નિશ્ચિત રકમની ગેરેન્ટી આપે છે. આ યોજનામાં રોકાણકારને માસિક, ત્રિમાસિક અથવા વાર્ષિક પેન્શન આપવામાં આવે છે. આ યોજના કેન્દ્ર સરકાર અને ભારતીય જીવન વીમા નિગમ (LIC) દ્વારા સંચાલિત કરવામાં આવે છે. આ યોજનામાં ફક્ત 60 વર્ષ કે તેથી વધુ ઉંમરના લોકો જ અરજી કરી શકે છે. તમે આ સ્કીમમાં 15 લાખ રૂપિયાનું રોકાણ કરી શકો છો. પહેલા આ સ્કીમમાં માત્ર 7 લાખ 50 હજાર રૂપિયા સુધીનું રોકાણ કરી શકાતું હતું, પરંતુ હવે સરકારે આ સ્કીમમાં રોકાણની મર્યાદા વધારી દીધી છે.

 આ સમાચાર પણ વાંચો:  મુંબઈમાં પેટ્રોલ ડીઝલ બાદ હવે વીજ દરમાં પણ 50 રૂપિયાનો થશે વધારો..  

આવી રીતે મળશે મહિનાના 8 હજાર રૂપિયા

આ સ્કીમમાં રોકાણ કરીને પરિણીત લોકો દર મહિને 8 હજાર રૂપિયાનું પેન્શન મેળવી શકે છે. જો પતિ – પત્ની બંને આ યોજનામાં 6-6 લાખ રૂપિયાનું રોકાણ કરે છે, તો તેમને દર મહિને કુલ 8 હજાર રૂપિયા એટલે કે બંનેને 4-4 હજાર રૂપિયા પેન્શન આપવામાં આવશે. આ સ્કીમ હેઠળ તમને વાર્ષિક 7.40 % વ્યાજ પણ આપવામાં આવે છે.

રોકાણની સંપૂર્ણ રકમ પરત મળશે

તમે આ સ્કીમમાં 10 વર્ષ માટે રોકાણ કરો છે. આવી સ્થિતિમાં તમને 10 વર્ષ સુધી પેન્શન આપવામાં આવે છે અને તેના પછી જે અમાઉન્ટ પણ તમે રોકાણ કરી છે તે તમને પરત કરવામાં આવે છે. ઉદાહરણ તરીકે, જો તમે 12 લાખ રૂપિયાનું રોકાણ કરો છો, તો આ રકમ તમને 10 વર્ષ પછી પરત કરવામાં આવશે અને તે જ સમયે તમને મહિનાનું પેન્શન તો મળતું જ રહેશે.

Gold Price: બિહાર ચૂંટણીના પરિણામો વચ્ચે આજે સસ્તું થયું સોનું, જાણો 24 અને 22 કેરેટ ગોલ્ડની કેટલી ઓછી થઈ કિંમત?
Moody’s Report: ટ્રમ્પના ‘ટેરિફ જાળ’ સામે ભારતે કાઢ્યો સફળ તોડ! અમેરિકી એજન્સી મૂડીઝે જ ખોલી દીધી પોલ.
Manoj Gaur arrested: મોટી કાર્યવાહી: EDનો સકંજો! ₹૧૨,૦૦૦ કરોડના મની લોન્ડ્રિંગ કેસમાં JP ઇન્ફ્રાટેકના MD મનોજ ગૌરની ધરપકડ.
Gold Price: મોટો ઉછાળો! સોનાના ભાવમાં ₹૨૦૦૦નો વધારો, ચાંદી ₹૩૩૦૦ મોંઘી! આગળ ભાવ ક્યાં સુધી જશે? જાણો એક્સપર્ટનો મત
Exit mobile version