મોંઘવારીના ઝટકા સાથે નવા મહિનાની શરૂઆત, ગેસ સિલિન્ડરની કિંમતોમાં થયો આટલા રૂપિયાનો વધારો; જાણો નવા ભાવ 

by Dr. Mayur Parikh

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

મુંબઈ, 01 ઓક્ટોબર, 2021 

શુક્રવાર

દેશની ઓઈલ માર્કેટિંગ કંપનીઓએ 19 કિગ્રા વજનવાળા કોમર્શિયલ ગેસ સિલિન્ડરની કિંમતોમાં 43.5 રૂપિયાનો વધારો કરી દીધો છે. 

આ ભાવ વધારા બાદ દિલ્હીમાં 19 કિગ્રા વજનવાળા કોમર્શિયલ LPG સિલિન્ડરની કિંમત 1,693 રૂપિયાથી વધીને 1,736.50 રૂપિયા થઈ ગઈ છે.  મુંબઈમાં તેની કિંમત 1,685 રૂપિયા થઈ ગઈ છે.

જોકે 14.2 કિગ્રા વજનવાળા એલપીજી રાંધણ ગેસ સિલિન્ડરની કિંમતોમાં કોઈ જ ફેરફાર નથી થયો.

ઉલ્લેખનીય છે કે સપ્ટેમ્બર મહિનામાં સિલિન્ડરની કિંમતમાં 75 રૂપિયાનો વધારો થયો હતો.

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More