ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 28 જુલાઈ, 2021
બુધવાર
મુંબઈમાં તેલ-બિયાં બજારમાં સોયાબીન હાજર તથા વાયદા બજારમાં રેકૉર્ડબ્રેક તેજી જણાઈ રહી છે. સોયાબીનના વાયદા બજારમાં નવા ભાવ ઉછાળાના પગલે ચારથી છ ટકાની ઉપલી સર્કિટ અમલી બની હતી. છેલ્લા ત્રણ દિવસથી વાયદા બજારમાં ઊંચી સર્કિટ લાગી રહી છે. ઉત્પાદન મથકોએ સોયાબીનના હાજર ભાવ વધીને 10 હજાર રૂપિયા સુધી બોલાયા હતા, તો વિશ્વ બજારમાં સોયાબીનના ભાવમાં ઉછાળો જોવા મળ્યો હતો.
સારા સમાચાર : ગોલ્ડ બૉન્ડમાં થયું અધધધ કરોડ રૂપિયાનું રોકાણ; જાણો વિગત
માલની અછત અને પ્રતિકૂળ હવામાન વચ્ચે વાવેતરને અસર થવાની શક્યતાને પગલે સોયાબીનના ભાવમાં સતત ઉછાળો જોવા મળી રહ્યો છે. વાયદા બજારમાં માર્જિન વધાર્યા બાદ પણ વાયદાના ભાવમાં રેકૉર્ડબ્રેક તેજી જણાઈ રહી છે. મંગળવાર સાંજ સુધીમાં બજારમાં સોયાબીનના ભાવ ક્વિન્ટલે રૂપિયા 8986 રહ્યા હતા, તો ઑગસ્ટના રૂપિયા 9652 બોલાયા હતા. સોયાબીનનાં ઉત્પાદક મથકોએ હાજર ભાવ વધીને 10,000 રૂપિયા સુધી ગયો હતો.