કેમ્પાના રિલોન્ચ સાથે સોફ્ટ ડ્રિંક સેગમેન્ટમાં પ્રાઇસ વોર શરૂ કર્યા પછી, અબજોપતિ મુકેશ અંબાણીની આગેવાની હેઠળની રિલાયન્સે FMCGના પર્સનલ અને હોમ કેર સેગમેન્ટમાં પ્રવેશ કર્યો છે, જે 30 થી 35 ટકા ઓછી કિંમતે ઉત્પાદનો ઓફર કરે છે.
RCPL, FMCG આર્મ અને રિલાયન્સ રિટેલ વેન્ચર્સ લિમિટેડ (RRVL) ની સંપૂર્ણ માલિકીની પેટાકંપનીની પ્રોડક્ટ્સ માત્ર પસંદગીના બજારોમાં જ ઉપલબ્ધ છે પરંતુ કંપની સમગ્ર ભારતમાં ડીલર નેટવર્ક બનાવી રહી છે. રિલાયન્સની સ્ટેટર્જી જીઓ મોબાઈલ જેવીજ છે જે હેઠળ તે પોતાના ડીલરોને 30 થી 35 ટકા ઓછી કિંમતે માલ વેંચશે. બીજી તરફ રિલાયન્સે આ માર્કેટમાં પોતાની પકડ બનાવવા માટે પુરે પુરી તૈયારી કરી લીધી હોચ તેવું જણાય છે.
ઉલ્લેખનિય છે કે રિલાયન્સે જ્યારથી એફએમસીજી સેક્ટરમાં કામ કરવાની તૈયારી કરી લીધી હતી ત્યારથી બજારમાં નવાજૂની ના એંધાણ હતા. એક સુનિશ્ચિત યોજના હેઠળ રિલાયન્સે વોટ્સઅપ સાથે પણ કરાર કરી લીધા છે. આગામી દિવસોમાં જ્યારે તેનું બી ટુ બી નેટવર્ક શરુ થઈ જશે ત્યારે જબરદસ્ત પાઈસવોર દેખાશે.