રિલાયન્સે પ્રાઈસ વોર શરુ કર્યું. સોફ્ટ ડ્રિંક્સથી સાબુ સુધી બધુંજ સસતું

મુકેશ અંબાણીની આગેવાની હેઠળની રિલાયન્સે એફએમસીજીના પર્સનલ અને હોમ કેર સેગમેન્ટમાં પ્રવેશ કર્યો છે, જે 30 થી 35% ઓછા ભાવે ઉત્પાદનો ઓફર કરે છે

by Dr. Mayur Parikh
Reliance Retail unit launches beverage brand Campa in three new flavours

કેમ્પાના રિલોન્ચ સાથે સોફ્ટ ડ્રિંક સેગમેન્ટમાં પ્રાઇસ વોર શરૂ કર્યા પછી, અબજોપતિ મુકેશ અંબાણીની આગેવાની હેઠળની રિલાયન્સે FMCGના પર્સનલ અને હોમ કેર સેગમેન્ટમાં પ્રવેશ કર્યો છે, જે 30 થી 35 ટકા ઓછી કિંમતે ઉત્પાદનો ઓફર કરે છે.

RCPL, FMCG આર્મ અને રિલાયન્સ રિટેલ વેન્ચર્સ લિમિટેડ (RRVL) ની સંપૂર્ણ માલિકીની પેટાકંપનીની પ્રોડક્ટ્સ માત્ર પસંદગીના બજારોમાં જ ઉપલબ્ધ છે પરંતુ કંપની સમગ્ર ભારતમાં ડીલર નેટવર્ક બનાવી રહી છે. રિલાયન્સની સ્ટેટર્જી જીઓ મોબાઈલ જેવીજ છે જે હેઠળ તે પોતાના ડીલરોને 30 થી 35 ટકા ઓછી કિંમતે માલ વેંચશે. બીજી તરફ રિલાયન્સે આ માર્કેટમાં પોતાની પકડ બનાવવા માટે પુરે પુરી તૈયારી કરી લીધી હોચ તેવું જણાય છે.

ઉલ્લેખનિય છે કે રિલાયન્સે જ્યારથી એફએમસીજી સેક્ટરમાં કામ કરવાની તૈયારી કરી લીધી હતી ત્યારથી બજારમાં નવાજૂની ના એંધાણ હતા.  એક સુનિશ્ચિત યોજના હેઠળ રિલાયન્સે વોટ્સઅપ સાથે પણ કરાર કરી લીધા છે. આગામી દિવસોમાં જ્યારે તેનું બી ટુ બી નેટવર્ક શરુ થઈ જશે ત્યારે જબરદસ્ત પાઈસવોર દેખાશે.

You Might Be Interested In

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More