Site icon

શું આ નફાખોરોના સટ્ટા નો ખેલ છે !!!  સામી નવરાત્રીએ સીંગતેલ ના ભાવમાં રૂપિયા 50 નો વધારો… 

ન્યુઝ કન્ટીન્યુઝ બ્યુરો 
મુંબઈ
16 ઓક્ટોબર 2020

હાલ તહેવારોની સિઝન શરૂ થઇ ગઇ છે. પહેલા નવરાત્રી ત્યારબાદ દિવાળીનો તહેવાર આવી રહ્યો છે. કોરોના કાળમાં એક તરફ ધંધા-રોજગાર ઠપ થઇને પડ્યાં છે. ત્યારે રાજ્યમાં સારા વરસાદના પગલે મગફળીની મબલખ આવક જોવા મળી છે. તેમ છતાં બે દિવસની અંદર જ તેલના ડબ્બાના ભાવમાં 50 રૂપિયો વધારો જોવા મળ્યો છે. 

Join Our WhatsApp Community

સિંગતેલના ડબ્બાના ભાવ 2145 થી માંડીને  2185 સુધી પહોંચ્યાં છે. કપાસિયા તેલનો  ભાવ પણ રૂપિયા 1500 થી  વધીને 1600 સુધી થઇ ગયો છે. ભાવ વધારા માટે તેલ માફિયાઓની નફાખોરી કારણભૂત હોવાનું જણાવતા બજારના સૂત્રો કહે છે કે, પામતેલની આડમાં સિંગતેલ અને કપાસિયા તેલના ભાવમાં પણ વધારો કરી દેવાયો છે. હકીકતમાં આ બંને તેલને આયાત-નિકાસ સાથે ખાસ કંઈ લેવા-દેવા હોતી નથી.

જીવન જરૂરિયાતની એક પછી એક ચીજવસ્તુઓના ભાવમાં કમ્મરતોડ વધારો થઈ રહ્યો છે. આ સ્થિતિ વચ્ચે હવે ખાદ્યતેલના ભાવ પણ ભડકે બળવા માંડયા છે. જેનાથી ગુજરાતની જનતા નારાજ જણાઈ રહી છે.

India-US LPG Deal: અમેરિકા સાથે ભારતનો સૌથી મોટો LPG કરાર, મંત્રી બોલ્યા – ‘ઐતિહાસિક શરૂઆત’, શું ગેસના ભાવ ઘટશે?
Gold Price: સોના અને ચાંદી ની ચમક થઈ ઝાંખી, 17 નવેમ્બરે ભાવમાં આવ્યો આટલો ઘટાડો, જાણો તમારા શહેરનો લેટેસ્ટ રેટ
SBI: SBIના ગ્રાહકો માટે મોટો ફટકો! ૧ ડિસેમ્બર ૨૦૨૫ થી બેંકની આ મહત્ત્વની સેવા બંધ થશે, તરત જાણી લો
Gold Price: બિહાર ચૂંટણીના પરિણામો વચ્ચે આજે સસ્તું થયું સોનું, જાણો 24 અને 22 કેરેટ ગોલ્ડની કેટલી ઓછી થઈ કિંમત?
Exit mobile version