200			
            
                    
						                            
							
			Join Our WhatsApp Community
			
                        
            
                            
                                                
                                    
    News Continuous Bureau | Mumbai
બેંકોના ખાનગીકરણને લઇને છેલ્લા ઘણા સમયથી વિરોધના સૂર ઉઠી રહ્યા છે.
નેશનલાઇઝ બેંકોના કર્મચારીઓ ફરી એકવાર 28 અને 29 માર્ચ એમ બે દિવસ રાષ્ટ્રવ્યાપી હડતાળ પર ઉતરશે.
આ રાષ્ટ્રવ્યાપી હડતાળનું એલાન ઓલ ઇન્ડિયા બેંક ઑફિસર્સ એસોસિએશન અને બેંક એમ્લોયી ફેડરેશન ઑફ ઇન્ડિયા તથા ઓલ ઇન્ડિયા બેંક એમ્પલોયી એસોસિએશન દ્વારા કરવામાં આવ્યું છે.
28 અને 29 માર્ચ એમ બે દિવસ બેંકના કર્મચારીઓ હડતાળ પર ઉતરશે, તો 26 અને 27 માર્ચે શનિ અને રવિવાર આવતો હોવાથી બેંકમાં રજા જ હશે.
એટલે કે કુલ ચાર દિવસ બેંકોનું કામકાજ બંધ રહેતા કરોડોના વ્યવહારોને અસર પહોંચશે.
 
મહત્વનું છે કે  કેન્દ્ર સરકારે નાણાકીય વર્ષ 2022 માટે બે સરકારી બેંકો અને એક વિમા કંપનીનું ખાનગીકરણ કરીને 1.75 લાખ કરોડ રૂપિયા મેળવવાનું લક્ષ્ય રાખ્યું છે.
                                You Might Be Interested In