Site icon News Continuous Bureau | Mumbai

દાળના ભાવમાં ઘટાડો શરૂ થયો; આવનારા દિવસોમાં હજી ઘટશે ભાવ, એની પાછળ છે આ કારણ, જાણીને ચોંકી જશો

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

મુંબઈ, ૧૦ જુલાઈ, ૨૦૨૧

Join Our WhatsApp Channel

શનિવાર

કેન્દ્ર સરકારે દાળ અને કઠોળના સ્ટૉક પર મર્યાદા મૂકી દીધી હતી. સરકારે ૨ જુલાઈના રોજ નવા નિયમો જાહેર કર્યા હતા, જે મુજબ દાળ અને કઠોળ પર સ્ટૉક લિમિટ લાદવામાં આવી હતી. આ નિર્ણયથી વેપારીઓ ખૂબ જ નારાજ થયા હતા, પરંતુ સરકારના આદેશની સામે મજબૂર વેપારીઓએ હવે પોતાનો વધુ સ્ટૉક વેચવાનું શરૂ કરી દીધું છે.

આ સંદર્ભે વાત કરતાં ગ્રેન રાઇસ ઍન્ડ ઑઇલ સીડ્સ મર્ચન્ટ ઍસોસિયેશન (ગ્રોમા)ના પ્રેસિડેન્ટ શરદ મારુએ ન્યુઝ કન્ટિન્યુઝને જણાવ્યું કે “કેન્દ્ર સરકારના આ નિર્ણયને કારણે ભાવમાં ઘટાડો થઈ રહ્યો છે. કારણ કે હવે વેપારીઓ પોતાની પાસે વધુ માલ સ્ટૉક કરી શકશે નહિ. રેડના ડરે વેપારીઓ પોતાની પાસે રહેલા આ વધારાના માલને તાત્કાલિક વેચી રહ્યા છે.” બજારમાં અચાનક મોટા પ્રમાણમાં સ્ટૉક ઉપલબ્ધ થતાં દાળ અને કઠોળના ભાવમાં ઘટાડો થયો છે.

OBC આરક્ષણ મામલે ભાજપ ફરી આક્રમક; મંગલ પ્રભાત લોઢાના નેતૃત્વ હેઠળ આજે મુંબઈમાં આંદોલન

આ નિર્ણય પાછળ સરકારનો હેતુ ખેડૂતોને લાભ પહોંચાડવાનો હતો, પરંતુ આ સ્ટૉક લિમિટને કારણે વેપારીઓ મોટા પ્રમાણમાં માલ ખરીદશે નહિ. માલ ખેડૂતો પાસે જ પડ્યો રહેશે અને માલના નિકાલ માટે ખેડૂતો પણ ઓછા ભાવે માલ વેચશે. આખરે ખેડૂતોને આ નિયમથી નુકસાન થવાની શક્યતા પ્રવર્તે છે. બીજી તરફ બજારમાં દાળ અને કઠોળના ભાવ ઘટતાં ગ્રાહકોને આનો ફાયદો મળતો દેખાય છે.

ઉલ્લેખનીય છે કે આ સ્ટૉક લિમિટ લાદવામાં આવી હોવાથી નારાજ વેપારીઓએ એક દિવસના બંધનું એલાન કર્યું હતું. મહારાષ્ટ્રના વેપારી સંગઠનોએ ૧૬ જુલાઈથી શરૂ થતા સંસદના સત્રના દિવસે એક દિવસનો બંધ પાળવાનું નક્કી કર્યું છે.

Starlink Hits Back At Reliance મસ્કઅંબાણી વચ્ચે શાબ્દિક યુદ્ધ તેજ રિલાયન્સના નિવેદન પર સ્ટારલિંકનો જોરદાર પલટવાર, કહ્યું ‘અમે ભારતને હાઈસ્પીડ ઈન્ટરનેટથી જોડવા સજ્જ’
Lemon Prices Skyrocket ઉનાળાની શરૂઆતે જ લીંબુના ભાવમાં ઐતિહાસિક ભડકો; છૂટક બજારમાં એક નંગના ₹૧૫ થી ₹૨૦ વસૂલાતા ગ્રાહકો પરેશાન
Ban On Sale Of Loose Spices તમારા રસોડામાં ઝેર પીરસાઈ રહ્યું છે? મહારાષ્ટ્રમાં ખુલ્લા મસાલા પર તાત્કાલિક પ્રતિબંધ પકડાશો તો ₹૧૦ લાખનો દંડ અને જેલભેગા થશો!
Reliance Response To Elon Musk Starlink ‘ઇઝ અંબાણી ધ રિયલ બોસ?’ ટિપ્પણી પર મુકેશ અંબાણીની રિલાયન્સનું પ્રથમ સત્તાવાર નિવેદન કંપનીએ કહ્યું ‘સ્ટારલિંકનું ભારતમાં…’
Exit mobile version