બિગ બુલ રાકેશ ઝુનઝુનવાલાના નિધન બાદ ટ્રસ્ટની કમાન ગુરુના હાથમાં- જાણો કોણ છે નવા ટ્રસ્ટી

by Dr. Mayur Parikh

News Continuous Bureau | Mumbai

ભારતીય શેર બજારના(Indian stock market) બિગ બુલ(Big Bull) ગણાતા રાકેશ ઝુનઝુનવાલાનું(Rakesh Jhunjhunwala) લાંબી માંદગી બાદ ગયા અઠવાડિયે  નિધન થયું હતું. તેમના નિધન બાદ તેમની અંદાજે 45,000 કરોડ રૂપિયાની અસ્કયામતોનું શું ? તેને કોણ સંભાળશે? શૂન્યમાંથી સર્જન કરનાર બિગબુલના સામ્રાજ્યને  નવી ઉંચાઈઓ પર કોણ લઈ જશે ? એવા સવાલો થઈ રહ્યા છે.

મીડિયા અહેવાલ અનુસાર ઝુનઝુનવાલાનો બિઝનેસનો કાર્યભાર(Business responsibility)હવે બિગબુલના જ ખાસ મિત્ર, ગુરુ અને દિગ્ગજ રોકાણકાર(Veteran investor) રાધાકિશન દામાણી(Radhakishan Damani) સંભાળવા જઇ રહ્યાં છે. ઝુનઝુનવાલાએ ઉભા કરેલા એમ્પાયરના મુખ્ય ટ્રસ્ટી દામાણી હોવાનું માનવામાં આવે છે. અન્ય ટ્રસ્ટીઓમાં ઝુનઝુનવાલા ના બંને વિશ્વાસુ કલ્પરાજ ધરમશી(Kalpraj Dharamshi) અને અમલ પરીખનો(Amal Parikh) સમાવેશ થાય છે.

ઝુનઝુનવાલા ની ઈન્વેસ્ટમેન્ટ કંપની(Investment Company) રેર એન્ટરપ્રાઇઝનું સંચાલન(Managing Rare Enterprises) તેમના જ બે વિશ્વાસુ ઉત્પલ સેઠ(Utpal Seth) અને અમિત ગોયલા(Amit Goyala) દ્વારા ચાલુ રહેશે. ઉત્પલ શેઠ ઝુનઝુનવાલાને નવા રોકાણ શોધવામાં અને ખાસ કરીને ખાનગી ઇક્વિટી રોકાણો(Private equity investments) પર ધ્યાન કેન્દ્રિત કરાવતા હતા. અમિત ગોયલા બજારના ટ્રેડિંગમાં(market trading) તેમનો રાઈટ હેન્ડ કહેવાતા હતા અને તેઓ ટ્રેડિંગ બુકનું સ્વતંત્ર(trading book) રીતે સંચાલન કરતા હતા.

સૂત્રોએ મીડિયા રિપોર્ટ માં આપેલ માહિતી અનુસાર ટ્રસ્ટી, રાધાકિશન દામાણી ઝુનઝુનવાલા પબ્લિક લિસ્ટેડ કંપનીમાં રોકાણને લગતા અંતિમ નિર્ણય લેશે. 

ફોર્બ્સના તાજેતરના રિપોર્ટ અનુસાર ઝુનઝુનવાલાની સંપત્તિ 5.8 અબજ ડોલર હોવાનો અંદાજ છે, જે તેમને ભારતના 48મા સૌથી ધનિક વ્યક્તિ બનાવે છે. તેમના લિસ્ટેડ હોલ્ડિંગનું(listed holdings) મૂલ્ય વર્તમાન ભાવે લગભગ રૂ. 30,000 કરોડ જેટલું છે

મિડિયાના અહેવાલ મુજબ ઝુનઝુનવાલાના સૌથી મોટા ઈન્વેસ્ટમેન્ટ પર નજર કરીએ તો ટાઇટન(Titan) (10,946 કરોડ), સ્ટાર હેલ્થ (Star Health) (રૂ. 7056 કરોડ), મેટ્રો બ્રાન્ડ્સ(Metro Brands) (રૂ. 3166 કરોડ), ટાટા મોટર્સ (Tata Motors) (રૂ. 1707 કરોડ) અને ક્રિસિલ(Crisil) (રૂ. 1308 કરોડ) સામેલ છે. આ ઉપરાંત ઝુનઝુનવાલાએ વિનય દુબે(Vinay Dubey) અને આદિત્ય ઘોષ(Aditya Ghosh) સાથે મળીને સ્થાપેલી ઉડ્ડયન કંપની(aviation company), આકાસા એરલાઇન(Akasa Airline) માટે આગામી સમયમાં જરૂરી મૂડી માટે પણ એક મજબૂત રોડમેપ અગાઉથી જ તૈયાર કર્યો હતો તેમ સૂત્રોએ જણાવ્યું હતું.

શેરબજારના ટોચના રોકાણકાર(Top stock market investor) અને બિગબુલના પણ ગુરુ ગણાતા રાધાકિશન દામાણી એવન્યુ સુપરમાર્ટના(Avenue Supermart) નેજા હેઠળ ડી માર્ટ બ્રાન્ડ નામથી રિટેલ ચેઇન (Retail chain) ચલાવે છે. જૂન 2022માં એવન્યુમાં તેમના હોલ્ડિંગ્સ સહિત તેમની નેટવર્થ કુલ રૂ. 1,80,000 કરોડથી વધુ હતી.

રાકેશ ઝુનઝુનવાલાએ 1986માં તેમના રૂ. 5000ના રોકાણને 2022માં 5 અબજ ડોલરથી વધુ માં રૂપાંતરિત કર્યું છે એટલે કે 36 વર્ષોમાં ઈન્વેસ્ટમેન્ટ 55 ટકાના ચક્રવૃદ્ધિ દરે વધ્યું છે.

You Might Be Interested In
Join Our WhatsApp Community

About News Continues

News Continuous is created to spread authentic, accurate and correct news across platforms. This news venture is managed by experienced journalists. Drop an email for collaborations.

Newsletter

Subscribe to our Newsletter to get the latest news updates.

To explore your career & collaborate with us pls write to us on following email id info@newscontinuous.com

@2023 – All Right Reserved. 

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More