Raghuram Rajan Prediction : “જો આપણે આવતા વર્ષે 5% વૃદ્ધિ મેળવીશું તો ભાગ્યશાળી હોઈશું,” રઘુરામ રાજન ની ભવિષ્યવાણી.

RBIના ભૂતપૂર્વ ગવર્નર રઘુરામ રાજને જણાવ્યું હતું કે, "ભારતની ફુગાવાની સમસ્યા કોમોડિટીઝના ફુગાવાની સમસ્યા, શાકભાજીની ફુગાવાની સમસ્યા વધુ છે. તે વૃદ્ધિ માટે પણ નકારાત્મક હશે. તેમજ દેશ પાંચ ટકા વૃદ્ધિ હાંસલ કરશે. "

by Dr. Mayur Parikh
Raghuram Rajan predict 5% growth in next fiscal year

News Continuous Bureau | Mumbai

ભારતીય રિઝર્વ બેંકના ભૂતપૂર્વ ગવર્નર રઘુરામ રાજને ( Raghuram Rajan )  કહ્યું છે કે તેઓ માને છે ( predict ) કે જો દેશ આવતા વર્ષે 5 ટકા વૃદ્ધિ ( 5% growth ) હાંસલ  કરશે તો દેશ ભાગ્યશાળી હશે . ભૂતપૂર્વ ગવર્નરે એમ પણ કહ્યું હતું કે આગામી વર્ષ ( fiscal year ) આના કરતાં વધુ મુશ્કેલ હશે.

તેઓ કોંગ્રેસના નેતા રાહુલ ગાંધી સાથે ભારત જોડો યાત્રામાં સામેલ થયા હતા. આ દરમિયાન કોંગ્રેસના નેતા રાહુલ ગાંધી સાથે વાત કરતી વખતે, ભારતીય રિઝર્વ બેંકના ભૂતપૂર્વ ગવર્નરે કહ્યું, “ભારતને પણ ફટકો પડશે. ભારતના વ્યાજ દરો પણ વધ્યા છે પરંતુ ભારતીય નિકાસ થોડી ધીમી રહી છે.”

આ સમાચાર પણ વાંચો:  Avatar-The Way Of Water: જેની આશંકા હતી તે જ થયું, અવતાર-2 થિયેટર પહેલા ઇન્ટરનેટ પર લીક થઈ ગયું

પોતાની વાતના સમર્થનમાં તેમણે કહ્યું હતું કે ભારતના ફુગાવાની સમસ્યા ચીજવસ્તુઓ તેમજ શાકભાજીની કિંમત વધવાની સમસ્યાને કારણે છે. તે વિકાસ માટે નકારાત્મક છે. રાહુલ ગાંધી સાથે કેમેરા પર થયેલી વાતચીત દરમિયાન તેમણે કહ્યું હતું કે મોટા ઉદ્યોગ સમૂહોને આપવામાં આવતી લોન મુશ્કેલી સર્જી શકે છે. તેમજ સામાન્ય માણસ સુધી પૈસો પહોંચવો જોઈએ અને તેમને આસાનીથી લોન મળવી જોઈએ.

You Might Be Interested In

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More